Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જેતપુરમાં મસાલા માર્કેટ ચાલુ કરવા પૂર્વમંત્રી જશુબેન કોરાટની રજુઆત

જેતપુરમાં રવિવારે બજારોમાં લોકો ઉમટતા ફરી દુકાનો બંધ કરાવી

 જેતપુર તા.ર૭ : શહેરના જુનાગઢ રોડ માર્કેટીંગ યાર્ડ પાસે દર વર્ષે સીઝની મસાલા માર્કેટ ભરાય છે. ચાલુ વર્ષે પણ સિઝન શરૂ થતાં મસાલાના વેપારીઓએ મસાલાનું વેચાણ શરૂ કરેલ પરંતુ બાજુમાં જ શાકભાજીની હરરાજી થતી હોય ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડતા તંત્ર દ્વારા કાર્યવાહી કરી મસાલા માર્કેટને બંધ કરી દેવા સુચના આપેલ.

હાલ આખા વર્ષના મરી-મસાલા દળાવી તૈયાર કરવાશે સમય હોય જો આ માર્કેટ બંધ કરી દેવામાં આવે તો મહીલાઓ પરેશાન થાય અને વેપારીઓને મોટી નુકશાની જાય જેથી પૂર્વમંત્રી જશુમતિબેન કોરાટે કલેકટરશ્રીને લેખીત રજુઆત કરતા આ માર્કેટ સરકારશ્રીના ધારા ધોરણ અને શોશ્યલ ડીસ્ટેન્સનું પાલન કરાવી છુટ આપવા વિનંતી કરેલ.

દુકાનો ફરી બંધ કરાવી

૩૩ દિવસના લોક ડાઉન બાદ સરકારે સરતોને આધિન નિયમોનુસાર દુકાનો ખોલવાની છુટ આપેલ જેથી ૧ માસથી અકળાયેલા વેપારીઓએ રવીવારે પણ સવારથીજ દુકાનો ખોલી નાખતા જાણે લોકડાઉન હટી સામાન્ય પરિસ્થિતિ થઇ ગયેલ હોય તેમ લોકોના ટોળા ઉમટી પડયા હતા. પોલીસની અનેક જાહેરાતો છતાં પણ ઘણી દુકાનો ઉપર શોશ્યલ ડીસ્ટેન્સ જળવાતુ ન હોય તમામ દુકાનદારોની દુકાન બંધ કરાવેલ.

દરમિયાન પુનમ પ્રોવિઝન એસ. આર. કોકોનેટની દુકાનો ખુલ્લી હોય જાહેરનામાના ભંગની કાર્યવાહી કરેલ પરિસ્િથિતિને પહોંચી વળવા જીલ્લા પોલીસવડા બલરામમીણા, ડીવાયએસપી સાગર બાગમાર, પીઆઇ વી.કે. પટેલ, મામલતદારશ્રી કારીયા, ચિફ ઓફીસર તેમજ વેપારીઓની મીટીંગ મળેલ જેમાં તમામ વેપારીઓની રજુઆત ધ્યાને લેતા એસ.પી.દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે જે લોકોને છુટછાટ આપવામાં આવેલ છે તેમણે હવેથી સવારે ૮ થી ૧ર દુકાન ખુલ્લી રાખી શકાશે.

(11:41 am IST)