Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

બોગસડેથ સીર્ટીફિકટમાં મોરબીના નગરસેવકની સહી અન્યએ કર્યાનું ખુલ્યુ

વલસાડના જમીન કૌભાંડમાં પાલીકાના વધુ બે કર્મચારીઓને પોલીસદ્વારા નોટીસ

મોરબી, તા.૨૭: વલસાડના જમીન કૌભાંડમાં રજુ થયેલ બોગસ ડેથ સર્ટીફિકેટમાં નગરસેવકની સહી અન્યકોઇએ બીજી બાજુ વલસાડ પોલીસે પાલીકાના વધુ બે કર્મચારીઓને જવાબ-નિવેદન માટે નોટીસ પાઠવી છે.

વલસાડ જમીન કોભાંડ મામલે તપાસ ચલાવતી પોલીસની ટીમે મોરબી પાલિકામાં જન્મમરણ વિભાગમાં બે કોન્ટ્રાકટ કર્મચારીઓએ બોગસ ડેથ સર્ટીફીકેટ બનાવી આપ્યા હોય તેમજ સેવાસદનમાં આધારકાર્ડ ઓપરેટર અને ષડ્યંત્ર રચનાર સુત્રોધારો સહીત સાતની અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ અર્થે ડેથ સર્ટીફીકેટમાં જે કાઉન્સિલરની સહી હોય તે અનીલ હડીયલને પણ પૂછપરછ માટે બોલાવાયા હતા. આ મામલે કાઉન્સિલરની કોઈ સંડોવણી ખુલી નથી જેથી તેણે હાલ કલીનચીટ અપાઈ છે જોકે તપાસમાં જરૂરત પડ્યે કાઉન્સિલરને પૂછપરછ માટે બોલાવવામાં આવશે જયારે મોરબી નગરપાલિકાના કર્મચારી દિલીપ પરમાર અને દિલીપ રવેશિયા એ બંનેને વલસાડ પોલીસે નોટીસ પાઠવી છે તેમ તપાસ ચલાવતા વલસાડ પોલીસના જે.વી. ગોહિલે જણાવ્યું હતું. ડેથ સર્ટીફીકેટ મામલે કાઉન્સિલર અનીલ હડીયલની સહી પણ બોગસ કરવામાં આવી હોવાનું રટણ કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યું હતું અને આજે પોલીસ સમક્ષ કાઉન્સિલરે રજુ કરેલા દસ્તાવેજોમાં પણ તેની સહી અન્ય કોઈ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પ્રાથમિક દ્રષ્ટીએ કાઉન્સિલરની સંડોવણી ના હોય તેણે હાલ કલીનચીટ મળી છે જોકે તપાસ દરમિયાન તેણે નિવેદન માટે કે અન્ય માહિતી માટે પોલીસ બોલાવી સકે છે. આ કૌભાંડમાં વધુ શખ્સોના નામોખુલે તેવી વકી છે

(12:47 pm IST)