Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સુત્રાપાડાના મોરડીયામાં વાડીમાંથી દિપડો ઝડપાયો

વેરાવળ તા. ર૭ :.. વેરાવળ તાલુકાના સોનારીયા ગામે તા. રપ ના રોજ રાત્રીના કોઇપણ વખતે વાડી વિસ્તારમાં ધોરખોદીયાનો શિકાર કરવા દોડેલ દીપડો તથા ધોરખોદીયો બન્ને એક સાથે ૧૧૦ ફુટ ઉંડા કુવામાં બન્ને પડી જતા અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળ પહોંચી ગયેલ હતા અને એક કલાક બાદ રેસ્કયુ કરીને દીપડા તથા ધોરખોદીયાને બહાર કાઠેલ હતો અને સાસણ એનીમલ કેર સેન્ટરમાં ખસેડેલ હતો આ કુવામાં એક નાગ પણ પડેલ હોય તેને કુવામાં રહેવા દીધો હતો તેમ અધિકારીઓએ જણાવેલ હતું.

સુત્રાપાડા તાલુકાના મોરડીયા તાજેતરમાં માસુમ દીકરીને દીપડી એ ઘરેથી ઉપાડી જઇ ને મોત નિપજાવેલ હતું જેથી ૧૪ પીજરા મુકેલ હતા તેમાં આ માવન ભક્ષી દીપડી જે તે વખતે ઝડપાયેલ ગયેલ હતી આજે રાત્રી ૩ વાગ્યે દેવશી રાજા વાળાની વાડીમાંથી દીપડો ૧૦ થી ૧ર વર્ષની ઉમરનો ઝડપાય ગયેલ હતો. તેને જુનાગઢ સકરબાગ ખાતે મોકલી આપેલ છે.

અધિકારીઓએ જણાવેલ હતું કે બન્ને તાલુકામાં હીરણ અને સરસ્વતીનો કાંઠો હોય વાડ અને ભેખડમાં જંગલ આવેલ  હોય અમુક વિસ્તારમાં આ જંગલ જવા બાકી લાગતી હોય તેથી ૪પ જેટલા દીપડા દીપડીઓ આ વિસ્તારમાં વસવાટ કરતા હોય છે તેમજ સિંહ સિંહણનું જૂથ જંગલમાં છે તેમ જણાવેલ હતું. (પ-ર૩)

(12:42 pm IST)