Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વેરાવળના રામપરામા રામદેવપીરનો ભવ્ય સ્થંભ

પ્રભાસપાટણ વેરાવળ તાલુકાના રામપરામાં છેલ્લા કેટલાક દિવસથી રામદેવપીર મહારાજનો ઉત્સવ ચાલી રહેલ હતુ અને ગામમાં રોજ રામદેવ પીરના ધૂપેડા સાથે પરીક્રમાં નિકળતી હતી. રાત્રીના ભજન મંડળ, ધૂન મંડળો અને અનેક કાર્યક્રમો યોજાયા હતા અને હજારોની માનવ મેદનીની હાજરીમાં લોકોએ રાત તાર મેળાનો આનંદ ઉઠાવેલ અને રામદેવપીરના થંભ અને ડાલીબાઇની ઝુપડીએ પણ રાત્રી ભર ભકતો અને સંતો દ્વારા રામદેવપીર મહારાજનો સંતસંગ અને ધુન મંડળો દ્વારા રમઝટ બોલાવાઇ હતી. રામદેવપીરના સર્વભકતર્જન અને વિશાળ લોકો દ્વારા પ્રદક્ષીણા કરાઇ હતી. (તસ્વીરઃ અહેવાલઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)(૯.૨)

(11:58 am IST)