Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઉના પાસે તડ ચેક પોસ્ટમાં કારમાંથી ૬૮ હજારનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

ઉના, તા. ર૭ : નવાબંદર મરીન પોલીસે તડ ચેક પોસ્ટ પાસે મોટર કારમાં લવાતો પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની ૧૦પ બોટલ, મોબાઇલ ફોન અને મોટરકાર સહિત ૪ લાખ ૭૪ હજારના મુદ્દામાલ સાથે જામનગરનો શખ્સની ધરપકડ કરી હતી.

નવાબંદર મરીન પોલીસના સ્ટાફના પી.એસ.આઇ. સમીરભાઇ આઇ. મંુધરા, મનુભાઇ વાજા, પેટ્રોલીંગમાં હતાં ત્યારે તડ ચેક પોસ્ટ પાસે દિવથી આવતા વાહનો ચેક કરતા હતાં ત્યારે મારૂતી સ્વીફટ મોટરકાર જીજે૧૦બીચઆર-૭૩૬૩ને રોકાવી ચાલક રાજુભાઇ મનજીભાઇ કટારમલ રે. જામનગર વાળાની પૂછપરછ તથા મોટરની તપાસી લેતા મોટરકમાં છુપાવી લઇ જતા પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની ૭પ૦ નંગની ૧૦પ બોટલ જેવી કિંમત રૂ. ૬૮ હજાર પ૦ તથા રૂ. ૬ હજારનો મોબાઇલ ફોન અને રૂ. ૪ લાખની મારૂતી મોટરકાર મળી રૂ. ૪ લાખ ૭૪ હજાર રપ૦ના મુદામાલ સાથે પકડી પાડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ દારૂ દીવમાં કોની પાસેથી ખરીદી કોને આપવાની હતી તેની તપાસ પોલીસ કરી રહી છે.(૮.૪)

(11:56 am IST)