Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઉના કાંડના પીડિત પરિવારને પોલીસ રક્ષણ

રવિવારે યોજાનાર સામુહિક બૌધ્ધ ધર્મ અંગિકાર પહેલા ર શખસો દ્વારા ધમકી આપી માર મારવાનો પ્રયાસ

ઉના તા.ર૭ : તાલુકાના મોટા સમઢીયાળા ગામના પિડીત દલિત પરિવારને સામતેર ગામ પાસે બે શખ્સોએ ગાળો દઇ ધમકી મારી પાવડાની હાથાવડે માર મારવાનો પ્રયત્ન કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પિડીત દલીત પરિવારના ઘરે પોલીસ રક્ષણ આપ્યુ છે. આ પરિવારના સ્વજનો બૌધધર્મ અંગિકાર કરનાર છે.

મોટા સમઢીયાળા ગામે પોતાને વરસ પહેલ મૃતગાયનું ચામડું ઉતારતા રમેશ બાબુભાઇ સરવૈયા તથા ભઇ પિતા બાબુભાઇ વશરામભાઇ સરવેયાને ગૌરક્ષકના કાર્યકરોએ અમાનુષી માર મારી હડધુત કર્યા હતા જેના પડઘા સમગ્ર દેશ-વિદેશમાંપડેલા હતા આ પરિવાર સરકારની નીતી રીતીથી કંટાળી તા. ર૯ ના મોટા સમઢીયાળા ગામે બૌધ્ધધર્મ અંગીકાર કરવાના છે. ત્યારે ગત તા.રપના રોજ રમેશ બાબુ સરવેયા, પિતા બાલુભાઇ વશરામ સરવેયા, કાકા હસમુખ કરશન સરવેયા કાકાનો દિકરો અશોક બીજલભાઇ સરવેયા ઉના ખરીદી કરવા આવેલ મોટર સાયકલ ઉપર પરત સાંજે જતા હતા ત્યારે સામતેર ગામ આગળ રોડ કાંઠે કાણક બરડા ગામનો કિરણ બાબુભાઇ દરબાર એક અજાણ્યો શખ્સે ગાળો બોલી કહેલ કે આતો એજ છે જેને આપણે ગામમાં હતા તેમ છેરમેશભાઇ કંઇ બોલ્યા વગર ચાલ્યા ગયા હતા તેમ છતા રામેશ્વર ન્યુ પાટીયા સામે ખાંભા જતા રોડ ઉપર મોટર સાયકલ ઉપર કિરણભાઇ બાબુભાઇ આવીને તમે હવામાં કેમ ઉંડો છો કોની હવા છે તેમ કહી પાવડાના હાથા વડ માર મારવા જતો તે સમયે સામતેર ગામના અરજણભાઇ બધાભાઇ પરમાર આવી ગયેલ.

ઉના પોલીસને ફોન કરૂ છું તેમ કહેતા આરોપી ભાગી ગયા હતા. આ અંગે ઉના પોલીસ ને જાણ કરતા પી.આઇ. વી.એમ.ખુમાણ ત્થા સ્ટાફે સાથે તુરંત દોડી ગયેલ ત્યાં સુધીમાં બાબુભાઇ સરવેયા પણ રીક્ષા કરી આવી ગયા હતા પોલીસે ઉના ધોરણસરની ફરીયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. તેમજ મોટા સમઢીયાળા ગામે પિડીત દલિત પરિવારના ઘર પાસે પોલીસ બંદોબસ્ત મુકી દીધો છે.

(11:53 am IST)