Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ

મહત્તમ તાપમાનનો પારો ૪ર ડીગ્રીને પાર થઇ જતા હીટવેવ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. અને લોકો ગરમીના ધોમધખતા તાપથી ત્રાહીમામ પોકારી ગયા છે.

સવારે લઘુતમ તાપમાનનો પારો અને બપોરે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે. અને લોકો ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળે છે. સતત વધતા જતા તાપમાનથી જનજીવનની  સાથો-સાથ પશુ-પક્ષીઓ પણ આકુળ-વ્યાકુળ થઇ રહ્યા છે.

ધોમધખતા તાપના કારણે લોકોને અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. ગરમીનું જોર વધતા લોકો શેરડીનો રસ, બરફના ગોલા, લીંબુ સરબત, વરીયાળીનું સરબત પીને ગરમીથી બચવા પ્રયાસ કરે છે.

આજે પણ પવનનું જોર યથાવત છે જો કે વાદળા વિખેરાઇ ગયા છે અને બફારો યથાવત છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩પ મહત્તમ, ર૩ લઘુતમ, ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું  પ્રમાણ, ૧૧.ર કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી. (પ-૧૪)

(11:52 am IST)