Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જુનાગઢમાં ઝડપાયેલ નકલી જજ ની વર્તણુક ભેદીઃ પોલીસને સહકાર આપતો નથી

અમન ચોૈહાણ રવિવાર સુધી રીમાન્ડ ઉપર

જુનાગઢ તા. ૨૭: નકલી જજ પાલનપુરનો અમન ચોૈહાણ ને પોલીસે ૩ દિવસના એટલે કે રવિવાર સુધીના રીમાન્ડ પર મેળવેલ છે. પરંતુ આ શખ્સ રીઢા ગુનેગારની જેમ પુછપરછ કે તપાસમાં પોલીસને સહકાર આપતો ન હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢના સમીર નાગોરી નામના યુવાનના ભાઇને કોર્ટમા નોકરી અપાવી દેવાની લાલચ આપી એડિશ્નલ ડિસ્ટ્રીકટ જજ હોવાનો ઢોંગ કરી રૂ. સાત લાખ પડાવી લેનારપાલનપુરનો અમન અકબર ચોૈહાણની ધરપકડ બાદ તેઓ પી.એસ.આઇ. એમ.કે. ઓડેદરાએ ગઇકાલે કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રીમાન્ડ પર મેળવેલ.

તપાસનીશ પી.એસ.આઇ. શ્રી ઓડેદરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, અમન ચોૈહાણની વર્તણુક ભેદી જણાય છે. ગોળ ગોળ જવાબ આપીને રીઢા ગુનેગારની માફક પુછપરછ કે તપાસમાં સહકાર આપતો નથી.

આ શખ્સ એક જ રટણ કરે છે કે તેણે સમીર નાગોરી પાસેથી રૂ. ૭ લાખ લીધા જ નથી

શ્રી ઓડેદરાએ જણાવેલ કે, આ શખ્સ પાસેથી એડિશ્નલ ડિસ્ટ્રીકટ જજ લખેલી નેઇમ પ્લેટ તેમજ નકલી જજ તરીકે ઉપયોગમાં લીધેલી કાર અને નાણા મબ્જે કરવાના છે. પરંતુ આ શખ્સ મગનું નામ મરી પાડતો નથી.

આ શખ્સે પુછપરછમાં એટલે સુધી જણાવેલ કે, તેણે કોઇ ગુનાહિત કામ કર્યુ નથી. આથી પોલીસને શંકા છે કે, નકલી જજ અમન ચોૈહાણ ગુના કરવાની ટેવવાળા શખ્સની જેમ ચાલાક અને હોશિંયારીથી પોલીસ સાથે વર્તે છે. છતાં પણ પોલીસ અમન ચોૈહાણ પાસેથી સાચી માહિતી કઢાવીને જ જંપશે તેમ પી.એસ.આઇ. ઓડેદરાએ ભારપૂર્વક જણાવ્યું હતું.(૧.૭)

 

(11:52 am IST)