Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સંતાનોમાં સંસ્કારનું સિંચન કરવા પ્રથમ માતા-પિતાએ સંસ્કાર કેળવવા જરૂરીઃ જીજ્ઞેશદાદા શાસ્ત્રી

ભેંસાણના સુખપુરમાં આયોજીત ભાગવત કથામાં ઉમટતા ભાવિકો

ભેંસાણ તા.ર૭ : મા-બાપમાં સંસ્કાર હશે તો જ સંતાનોમાં સંસ્કારનું સિંચન શકય છે. માટે, મા-બાપે સંસ્કાર કેળવવા પડશે. પ્રથમ ગુરૂમા-બાપ હોય છ.ે તેવું આજે વ્યાસપીઠ પરથી જ ભાગતાચાર્ય પૂજયજીજ્ઞેશદાદાએ જણાવ્યું હતું.

વિસાવદર તાલુકાના સુખપુર ગામે સુપ્રસિધ્ધ કથાકાર પૂ.જીજ્ઞેશદાદા (કેરીયાચાડ) ના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

પૂ. જીજ્ઞેશદાદાને સાંભળવા માટે વડીલોની સાથે સાથેયુવાનો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. પૂ. જીજ્ઞેશદાદાએ ભાગવત્ કથાની સાથે-સાથે સમાજ સુધારણા વિશેના પણ દ્રષ્ટાંતો રજુ કરતા સૌ કોઇ શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી પૂ.દાદાની વાતને વધાવી લેતા હતા, તેઓએવધુમાં કહ્યું હતું કે પ્રભુ ભજન સંસારમાં રહીને પણ શકય જ છે, રાજા કેવો હોવો જોઇએ તે અંગે જણાવ્યું હતું કે રાજા તો પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી હોવો જોઇએ તેઓએ ઇશ્વર પાસે કયારેય માંગવુંનહી તેવીઅ પીલ કરી હતી. જયારે કોઇ વ્યકિત તપ કરે છે કે આરાધના કરે ત્યારે દેનાર મોટા મનનો જ હોય છે તેવું કહ્યું હતું.

(11:46 am IST)