Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પ્રાથમિક સુવિધાઓથી વંચિત સોસાયટીની મહિલાઓએ મોરબી પાલિકામાં કરી તોડફોડ

રોડ રસ્તા અને ગટર જેવી સુવિધા આપવામાં તંત્રની સરેઆમ નિષ્ફળતા

મોરબી તા.૨૬: મોરબી શહેરના અનેક વિસ્તારોમાં પાયાની સુવિધા મળતી ના હોય આવી જ સમસ્યાથી શનાળા રોડ પરની સોસાયટી તુલસી પાર્કના રહીશો પીડાતા હોય ત્યારે આજે મહિલાઓનું ટોળું પાલિકા કચેરી દોડી ગયુ હતું. તો પાલિકા કચેરીએ રજૂઆત માટે આવેલા ટોળાનો પ્રશ્ન સંભાળનાર કોઇના હોય જેથી મહિલાઓ વિફરી હતી અને તોડફોડ કરી હતી.

મોરબી પાલિકાનું નીમ્ભર તંત્ર નગરજનોને પાયાની સુવિધા આપી શકયું નથી શહેરની મુખ્ય શાહ માર્કેટમાં ઉભરાતી ગટર અને ગંદકી હોય કે પછી રહેવાસી વિસ્તારમાં રોડ રસ્તા, પાણી અને ભૂગર્ભ જેવી પાયાની સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને છાશવારે મહિલાઓના ટોળા પાલિકા કચેરીને બાનમાં લેતા હોય છે આવા જ દ્રશ્યો આજે ફરી જોવા મળ્યા હતા તુલસી પાર્ક વિસ્તિારમાં ભૂગર્ભ ગટર, રોડ રસ્તા અને પાણી જેવી સુવિધાઓથી વંચિત સ્થાનિક મહિલાઓનું ટોળું પાલિકા કચેરી પહોંચી હંગામો કર્યો હતો જોકે રાબેતા મુજબ જવાબદાર ઉપસ્થિત ના હોય જેથી ટોળું વિફર્યુ હતું અને પ્રમુખની ચેમ્બરમાં પીવાના પાણીના માટલા ફોડી રોષ વ્યકત કર્યો હતો તો મહિલાઓની રજુઆત સાંભળનાર કોઇના હોય જેથી ભારે રોષ ભભૂકયો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પોલીસ સાથે પણ થોડીવાર રકઝક થવા પામી હતી જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો.

(11:44 am IST)