Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

કુંડલાના ગ્રામીણ ડાક સેવકનાં અપહરણ, લૂંટ કેસમાં વિસાવદરના મોણીયાનો શખ્‍સ રિમાન્‍ડ પર

મોબાઇલ કબજે લેવા પોલીસની ટીમ ચોટીલા ખાતે પહોંચી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : કુંડલાના ગ્રામીણ ડાક સેવકનાં અપહરણ, લૂંટ કેસમાં મોણીયાનો શખ્‍સને પોલીસે રિમાન્‍ડ પર મેળવી ચોટીલાથી મોબાઈલ કબજે લેવા તજવીજ હાથ ધરી છે.ᅠ

સાવરકુંડલા પોસ્‍ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવકની નોકરી કરતા ભાર્ગવભાઈ હસમુખભાઈ બારૈયા ૧૮ માર્ચના રોજ સાંજે બાઈક પર મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ગામે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્‍યારે

વિસાવદરના મોણીયા ગામ પાસે મોણીયા ગામનો શ્રીરાજ મકવાણા નામના શખ્‍સે છરી બતાવી ધમકી આપી અપહરણ કરી માર મારી રૂપિયા ૩૦,૦૦૦નું બાઈક, રૂપિયા ૧૦૦૦૦નો મોબાઈલ ફોન અને ઘડિયાળ મળી રૂપિયા ૪૦,૧૦૦ની મતાની લૂંટ ચલાવીને નાસી ગયો હોવાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્‍યો હતો. અને યુવકનું બાઈક ગોંડલ ખાતેથી મળી આવતા કબજે લેવાયું હતું.ᅠ

દરમ્‍યાન આરોપી શ્રીરાજ ઉર્ફે બારોટ ઉર્ફે રાજ ઉર્ફે ભગો ઉર્ફે જીવણો મનસુખ મકવાણાને વિસાવદરનાᅠ તપાસનીશ પીએસઆઇ એસ. આઇ. સુમરાએ ૧૪થી વધુ ગુનામાં સંડોવાયેલ શ્રીરાજ મકવાણાને દ્વારકા ખાતેથી ઝડપી લઇ બુધવાર સુધીના રિમાન્‍ડ પર મેળવી લૂંટ બાદ મોબાઈલ ચોટીલામાં વેચ્‍યો હોય કબજે કરવા આરોપીને લઇ પોલીસ પહોંચી હતી.

(12:21 pm IST)