Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

નળ સે જળની વાતો વચ્ચે ૮ હજાર લોકો તરસ્યા ટળવળે છે

ભાવનગરના લોકોને પીવાના પાણીની સમસ્યા : છેલ્લા ૨૦ થી વધુ દિવસોથી પાણી નથી મળી રહ્યું, તંત્ર દ્વારા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ અને સંપ બનાવવામાં આવ્યા છે

ભાવનગર,તા.૨૭ : રાજ્ય સરકાર ગુજરાતમાં પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેંકર લેસ ગુજરાત બન્યું હોવાં દવા કરે છે પરંતુ ભાવનગર જિલ્લામાં વાત પોકળ સાબિત થાવ પામી છે એટલા માટે કે ભવનગર થી ૧૫ કિલોમીટર દૂર આવેલ અને તાજેતરમાં ભાવનાગર મનપામાં ભળેલ નારી ગામમાં લોકોને ૧૫ દિવસે પીવાનું પાણી મળે છે અને સમગ્ર શહેરમાં દરરરોજ જે ૪૦ ટેક્નરો મારફતે પાણી અપાય છે તેમાં એકલા નારી ગામ માં દરરોજ ૨૦ થી ૨૫ ટેક્નર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે લોકોની માંગ છે કે હવે ટેક્નર ના બદલે લાઈન મારફતે લોકોને પાણી આપવામાં આવે તે જરૂરી છે ભાવનગરમાં સમાવિષ્ટ કરાયેલા નારીગામના લોકો ને છેલ્લા ૨૦ દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું,

મનપા દ્વારા રોજ ના ૨૦ થી ૨૫  જેટલા ટેક્નર દ્વારા પાણી પહોંચાડવા નો પ્રયાસ કરાય છે, પરંતુ હજારથી વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર અકળાઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા થોડા દિવસોમાં પાણી મળી જશે નું રટણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર મહાનગપાલિકા માં ૨૦૧૫માં સમાવિષ્ટ કરાયેલા પાંચ ગામો પૈકી નારીગામમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, લોકો ને છેલ્લા ૨૦ થી વધુ દિવસો થી પીવાનું પાણી નથી મળી રહ્યું, તંત્ર દ્વારા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ અને સંપ બનાવવામાં આવ્યા છે પરંતુ અધિકારીઓની અણઆવડત ના કારણે કામ ગોકળગતી થઈ રહ્યું હોય લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે.

અહીં બનાવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ માંથી સમ્પમાં પાણી ચડાવવા માટે જે વાલ્વ વાપરવામાં આવ્યા છે તેમાં ક્ષતિ હોવાના કારણે પાણી ટેક્નમાં ચડતું નથી અને લોકો પાણી વિના ટળવળી રહ્યા છે. નારી ગામમાં ચૂંટાયેલા ભાજપના અને કોંગ્રેસના મળી કુલ નગરસેવકોને સવાર પડતા સ્થાનિકો પાણી માટે કકળાટ કરે છે અને તેના કારણે કોર્પોરેટરો પોતાની જવાબદારી સમજીને અહીં ટેક્નર મોકલી પાણી પૂરું પડે છે. જો કે સ્થાનિકો   તંત્ર ની અણઆવડત ને પગલે રોષ ઠાલવ્યો હતો નારી ગામમાં મહી પરીએજ આધારિત એમએલડી ક્ષમતા ધરાવતા ફિલ્ટર પ્લાન્ટ નું કામ ચાલુ છે તેમજ થોડા દિવસોમાં નારી ગામને પાણ નો સપ્લાય શરૂ કરી દેવામાં આવશે, સાથે  મેયરે નારી ગામમાં પાણી સપ્લાય ડિસ્ટર્બ થયો હોવાનું અને ટેક્નર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે લોકો પાણી વગર ટળવળી રહ્યા છે ત્યારે તંત્રએ થઈ રહેલા કામમાં ગતિ લાવવી જોઈએ નહિતર લોકોને ગામમાંથી હિજરત કરવાનો વારો આવશે.

(7:34 pm IST)