Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સાવરકુંડલા શહેર અને તાલુકામાં જુદી જુદી રીતે હજારો વિઘા જમીનનું દબાણ : તંત્રની ઢીલી નીતિ હોવાની વ્યાપક ચર્ચા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૭ : શહેર અને તાલુકા વિસ્તારમાં વિવિધ રીતે લોકો એ હજારો વિઘા જમીનનું દબાણ કરેલ હોવાનું જાણવા મળેલ હતું આ પ્રકરણમાં તંત્ર ની ઢીલી નીતિ હોવા નું બહાર આવવા પામેલ હતું.

શહેરમાં વિવિધ રીતે લોકોએ સરકારી એટલે કે નગરપાલિકાની જગ્યાનું ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હોવાનું જાણવા મળેલ છે તેવી જ રીતે સાવરકુંડલા તાલુકામાં ગિરધારવવા પાસે સેન્ટ થોમસ પાસે ગૌચરની જમીન ૮ થઈ૧૦ વ્યકિતઓએ ગેરકાયદેસર રીતે છેલ્લા ઘણા વર્ષોથી કબજો જમાવી લીધો છે તેવી જ રીતે જુના વિજયાનગરના રસ્તા પાસે પણ એક ખેડૂતે પોતાને લાગુ પડતી જમીન ગેરકાયદેસર રીતે કબજો જમાવીને વાળી લીધી છે તેમજ કેટલાય ભાજપ વાળાઓ પણ ભાજપના જોરે પોતાની સતાનો દૂર ઉપયોગ કરી સેંકડો વિઘા ગૌચરની જમીનનું ખુલ્લે આમ દબાણ કર્યું છે આવી રીતે તાલુકાભર અને શહેરમાં સેંકડો જગ્યા એ ગૌચર અને સરકારી જમીનનું આ અસામાજિક તત્વો એ પોતાના ફાધર ની જમીન હોય એ રીતે બિન્દાસ અને કોઈના ડર્યા વિના જમીનનો કબજો જમાવી બેઠા છે. આવી રીતે ગેરકાયદેસર રીતે જમીન નો કબજો લુખ્ખા તત્વો જમાવેલ હતો. તેમાં કાંઈકને કાંઈક તંત્રની મિલી ભગત અને મીઠી નજર હોવાના કારણે બનવા પામેલ છે.

ગૌસર અને સરકારી જમીનનો ગેરકાયદેસરનો કબજો જમાવનાર મોટા મોટા ભાજપના હોદા ધરાવતા હોવાનું જાણવા મળેલ છે અને મોટા મોટા ઉદ્યોગકારો પણ આ પ્રકરણ હોવાનું ખુલ્લે આમ ચર્ચાઈ રહ્યું છે અને નાના ખેડૂત મોટા ખેડૂત બનાવવા માટે પોતાની જમીનને લાગું પડતી હોવાથી તેવો એ પણ ગૌચરની જમીનનું દબાણ કરેલ છે.

આ ગેરકાયદેસર રીતે દબાવી દીધેલ ગૌચર અને સરકારી જમીનમાં મોટા મોટાનો સમાવેશ થતો હોવાથી અમુક તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ કશું કરશે નહીં પરંતુ જમીન માફિયાઓને લેન્ડ ગ્રેબિનના ગુન્હામાં ફિટ કરવા માટે જિલ્લા કલેકટરમાં લેખિત ફરિયાદ થવાના ચક્રોગતિમાન થાય રહ્યા છે એટલે જમીન માફિયાઓ નિશાન ઠેકાણે આવી જશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવામાં હવે વિલંબ થશે નહીં.

(1:17 pm IST)