Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પોરબંદર નગરપાલિકા જનરલ બોર્ડમાં એજન્ડા વાંચન અને ચર્ચા વિના માત્ર ૧ મીનીટમાં બજેટ મંજુર કર્યુ

ફારૂકભાઇ સુર્યા સહિત કાઉન્સીલરો દ્વારા કલેકટરને રજૂઆતઃ વિરોધ સાંભળ્યો નહીઃ બજેટ મીટીંગને રદ કરવા માગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૭ : કાઉન્સીલર ફારૂકભાઇ સુર્યા, તેમજ અન્ય કાઉન્સીલરો જીવનભાઇ જુંગી, ભીખાભાઇ ઢાંકેચા, ભરતભાઇ લીલાભાઇ ઓડેદરા, ભાનુબેન હીરાલાલ જુંગી, વીજુબેન ધર્મેશભાઇ પરમાર તથા રશીદાબેન જોખીયાએ કલેકટરને સંયુકત આવેદનપત્ર આવી રજુઆતમાંં જણાવેલ કે બજેટ અંગેની પોરબંદર છાંયા નગરપાલીકાની જનરલ બોર્ડની મીટીંગ મળી હતી જેમાંં ૧૮ મુદાઓ સાથેનો એજન્ડા વાંચન કર્યા વગર કે કોઇપણ ચર્ચા કર્યા વગર સર્વાનુમતે મંજુર કરીને માત્ર એકજ મીનીટમાં મીટીંગ પુરી કરી શાસક પક્ષે મીટીંગ હોલ છોડી દીધો હતો.

આ રજુઆતમા જણાવેલ કે અમરા વિરૂધની કોઇપણ જાતન નોંધ લીધા વગર કે આ મુદાઓની ચર્ચા કરવાનોકોઇપણ મોકો આપ્યા વગર મીટીંગ માત્ર ૧ મીનીટમાં પુરી કરી જાણે જનરલ મીટીંગના નામે નાટક કર્યું હોય તે રીતે લોકશાહીની ખુલ્લી હત્યા કરવામાં આવી છે જેથી વિનંતી છે કે, આ મીટીંગને ગેર વહીવટ ગણી અને રદ કરવાઅને આ મીટીંગના મુદા નં. (૧૧) કે જેમાં ચોપાટી ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં મોલ બનાવવા માટે નીર્ણય લેવામાં આવેલ જે સ્થળ સી.આર.ઝેડમાં આવતો હોય અને પોરબંદરના શહેરીજનો માટે એક ફરવા લાયક સ્થળ હોય તેમાં મોલ બનાવવાની સામે વિરોધ હોય અને નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં મોલ બનાવી વેપાર કરવાનુ આવતુ પણ ના હોય અને કોઇ પણ જાતનું દેવુ કરીને આવા મોલ બનાવવાની કોઇ જરૂરીયાત પણ ન હોય જેથી આ મુદાને સ્ટે આપવા તથા જનરલ મીટીંગમાં  નગરપાલીકાના મૂખ્ય અધિકારીએ હાજર રહેવુ જોઇએ અને એજન્ડામાં સમાવિષ્ટ મુદાઓ પર ચર્ચા થાય તે જોવુ જોઇએ.

બજેટ મીટીંગના ૧ થી૧૮ મુદાઓને સર્વાનુમતે પાસ કરી શકાય નહી અમારા વિરોધની નોંધ મીનીટમાં લેવામાં આવે તેવી માગણી રજુઆત સાથે કરી છે.

બે જનરલ બોર્ડની વચ્ચે નિયમ મુજબ જે સમય ગાળો હોવો જોઇએ તેની પણ અમલવારી થઇ નથી. શાસક પક્ષની પ્રસંડ બહુમતી છે જયારે અમો વિરોધ પક્ષમાં માત્ર સાત જ સભ્યો છીએ જેથી અમોને જનરલ મીટીંગમાં પણ બોલવાનો અધિકારી છીનવી લેવામાં આવે છે.જેથી માગણી છે. કે હવે પછીની તમામ મીટીંગનું વિડીયો રેકોર્ડીંગ થાય અને સક્ષમ અધિકારી મીટીંગ કાર્યવાહીનું નિરિક્ષણ કરવા ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા કરવા અરજ છે જનરલ બોર્ડના અધ્યક્ષ પ્રમુખ હોય છેમીટીંગનું સંચાલન પ્રમુખએ જ કરવાનું હોય તેના બદલ અન્ય સદસ્ય મીટીંગનું સંચાલન કરે તે કાયદાની વિરૂદ્ધનું કૃત્ય છે તેને કોઇ સત્તા કોઇપણ બોર્ડે આપી નથી. તેમ ફારૂકભાઇ સુર્યા સહિત કાઉન્સીલરોએ કલેકટરને રજુઆતમાં જણાવેલ છે.

(1:13 pm IST)