Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જામનગરમાં ભૂલથી એસીડ પી જતા મહિલાનું મોત

જામનગર, તા.૨૭: જી.જી.હોસ્પિટલના વોર્ડ નં.એફ.એમ.–૪ ના ઈન્ચાર્જ ડોકટરે સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રંજનબેન ગીરીશભાઈ નકુમ, ઉ.વ.૩ર, રે. ગોકુલનગર બંસી સ્કુલની સામે, પોતાના ઘરે એકલા હોય અને સંંડાસ–બાથરૂમ સાફ કરતા હોય ત્યારે ભુલથી ગ્લાસમાં પડેલ એસીડ બે ઘુટડા જેટલું પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

રામેશ્વર ચોકમાં ડ્રાઈવીંગ કરતા યુવકને કેટલાક શખ્સોએ માર્યો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બળદેવસિંહ ઉર્ફે લાલો સાહેબજી જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, રામેશ્વનગર ચમન ચોકમાં ફરીયાદી બળદેવસિંહને આરોપી પ્રદિપસિંહ મનુભા ચુડાસમા એ લોખંડના પાઈપ વડે ડાબા હાથમાં કલાઈ પર તથા ડાબા પગના નરના ભાગે ઈજા કરતા તથા આરોપી રવિરાજસિંહ ગુલાબસિંહ જાડેજા એ લાકડાના ધોકા વડે શરીરે મુંઢ ઈજા કરી તથા આરોપી યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા એ જમણા પગમાં નરાના ભાગે લાકડાના ધોકા વડે ફેકચર જેવી ઈજા કરી તથા આરોપી મયુરસિંહએ લાકડાના ધોકા વડે આડેધડ ઘા મારી પીઠના ભાગે મુંઢ ઈજાઓ કરી તથા અન્ય સાથેના માણસોએ ધોકા વડે માર મારી મુંઢ ઈજાઓ કરી તથા સાહેદ ધનરાજસિંહ નવલસિંહ જાડેજાને આરોપી રવિરાજસિંહ ગુલાબસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ગુલાબસિંહ જાડેજા ઓએ પોતાની પાસે રહેલા લાકડના ધોકા વડે જમણા પગની ઘુટીના ભાગે મુંઢ ઈજાઓ કરી તથા સાહેદ હરપાલસિંહ ઝાલા તથા મેઘરાજસિંહ ઝાલા તથા આદિત્ય બારોટને આરોપી યોગરાજસિંહ ગુલાબસિંહ જાડેજા છરી વડે આદિત્ય બારોટને પેટાના ભાગે તથા હાથના ભાગે તથા મેઘરાજસિંહ ઝાલાને જમણી બાજુ ખભાથી નીચેના ભાગે તથા હરપાલસિંહ જમણા હાથના બાવડાના ભાગે ઈજા કરી તથા સાહેદોને મુઢ તથા ફેકચર તથા ગંભીર ઈજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રનફેર નામનો જુગાર રમતો ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિક્રમસિંહ ભરતિંસંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, પંચેશ્વર ટાવરની બાજુવાળી ગલીમાં આવેલ મનોજ હેરઆર્ટ નામની દુકાન પાસે રોડ પર મોહમદ રફીકભાઈ દુધવારા, મોબાઈલથી ફોન કરી મેચના રન ફેર તથા હારજીત ના સોદાઓ પાડી જુગાર રમી રમતા રૂ.૯૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૧, કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.પ૯૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા કપાત કરાવનાર આરોપી દિપક સીંધીની અટક બાકી છે.

તીરૂપતિ–૧માં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઈ

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તીરૂપતી–૧, હમપી ડમ્પી સ્કુલ સામે ગીતાબેન દિનેશભાઈ સોમાભાઈ રીબડીયા, હકુબેન રમેશભાઈ મેરૂભાઈ લીંબર, રસીલાબેન રાજુભાઈ મકવાણા, વસંતબેન મોહનભાઈ મકવાણા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન કુલ રૂ.૧૧,૩૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અંધાશ્રમ આવાસ કોલોનીમાં ચાર મહિલા સહિત છ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મનોજભાઈ રમેશભાઈ કીલાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, હનુમાન ચોક, અંધાશ્રમ, આવાસ કોલોની, જાહેરમાં આરોપી પારસ બીરજુભાઈ કામલે, જયેશ લખમણભાઈ પરમાર, પ્રસન્નાબા વિક્રમસિંહ પરાગજી જાડેજા, વર્ષાબા ચંદુભા વિક્રમસિંહ પરમાર, ગાયત્રીબેન ભરતભાઈ, અરૂણાબેન ગોપાલભાઈ રામજીભાઈ રામાવત, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન કુલ રૂ.૬,૪૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બડાકા ગામે દારૂના ર૦ ચપલા સાથે ઝડપાયો

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જતીનભાઈ દેવદાનભાઈ ગોગરા એ ફરીયાદ નોંધાવી છે કે, બોડાકા ગામેથી પીઠડ ગામે જતા ડામર રોડ ઉપર આરોપી દીલુભાઈ અલસીભાઈ મહેડા, રે. બોડકા ગામવાળા દારૂના ચપલા નંગ–ર૦, કિંમત રૂ.૩૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

માંડાસણ ગામે જુગાર રમતા બે ઝડપાયા : છ ફરાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૌશીકભાઈ દેવાયતભાઈ કાંબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, માંડાસણ ગામે, સોસાયટીમાં આંબેડકર ભવનની બાજુમાં, જાહેરમાં આરોપીઓ ભાણાભાઈ નાજાભાઈ વાલ્વા, ખીમાભાઈ સીદાભાઈ મકવાણા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન કુલ રૂ.૩૦૦/– તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ કિશોર રામા બેડવા, હરેશ લાલજી બેડવા, રાજેશ બાબુ બેડવા, બીપીન જેન્તીભાઈ બેડવા, નાનજીભાઈ કમાભાઈ સાગઠીયા, ભુપતભાઈ દેવશીભાઈ બગડા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 pm IST)