Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કચ્છ ભાજપના આગેવાન અને ભુજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નવિન લાલનનું આજે દુઃખદ નિધન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::કચ્છ ભાજપના આગેવાન અને ભુજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નવિન લાલનનું આજે દુઃખદ નિધન થયું છે. રાજકીય સાથે સામાજિક આગેવાન નવિન લાલનના નિધન અંગે કચ્છ ભાજપના રાજકીય આગેવાનો, જૈન સમાજના આગેવાનોએ ઊંડા શોકની લાગણી વ્યકત કરી છે. 

      ભુજમાં જૈન યુવક મંડળના માધ્યમથી તમામ સમાજો માટે સેવાકીય પ્રવૃત્તિ કરનાર નવિન લાલન મુંબઈમાં પણ મોટું મિત્ર વર્તુળ ધરાવતા હતા. તેમના પુત્ર ધીરેન લાલન હાલે કચ્છ યુવા ભાજપના આગેવાન અને ભુજના નગરસેવક છે. તો, તેમના ધર્મપત્ની હંસાબેન લાલન ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. 

સંગઠન અને જાહેર કાર્યક્રમોના આયોજનમાં નિપુણ એવા નવિન લાલન ના અવસાન અંગે તેમના મિત્રવર્તુળ માં પણ ઊંડા શોકની લાગણી પ્રસરી છે.

(12:18 pm IST)