Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

ધોરાજી, તા.૨૭: રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી.શ્રી સાગર બાગમાર સુચનાથી પ્રોહી જુગાર ની પ્રવૂતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય અને હાલે પ્રોહી જુગાર ની ડ્રાઇવ ચાલુ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા સાહેબ ના માર્ગદર્શન હેઠળ બાતમીરાહે ચોકકસ હકિકત મેળવી ઝાંઝમેર ગામની વારકની સીમમા આવેલ જમનભાઇ કલ્યાણભાઇ દલસાણીયાની વાડી પાસે આવેલ વોકળામા જાહેરમા સાત ઇસમો ગંજીપતા વતી પૈસા ની લેતીદેતી કરી હારજીતનો તીન પતીનો જુગાર રમતા રેઇડ દરમ્યાન ઇસમોને પકડી પાડી ધોરાજી પોસ્ટે મા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

જુગારમાં ઝડપાયેલ આરોપી(૧) જમનભાઇ કલ્યાણભાઇ દલસાણીયા જાતે પટેલ ઉ વ.૭૦ રહે.ઝાંઝમેર ગામ તા. ધોરાજી (૨) ગોરધનભાઇ ગોપાલભાઇ દઢાણીયા પટેલ ઉ.વ.૭૫ રહે.મોટીવાવડી ગામ તા.ઉપલેટા (૩) લીલુભા હોથીભી જાડેજા જાતે દરબાર ૭૨ રહે.અડવાળ તા.જામંડોરણા .(૪) ભુપતભાઇ વીઠલભાઇ મોરડીયા પટેલ ઉ.વ.૬૧ રહે.ઝાંઝમેર રામમંદીર પાસે તા.ધોરાજી (૫) મગનભાઇ માવજીભાઇ દુધાત જાતે પટેલ ઉ.વ.૬૮ રહે.ડુમીયાણી તા.ઉપલેટા (૬) કીશોરસિહ નારૂભા જાડેજા દરબાર ઉ.વ.૪૫ રહે.સોળવદર તા.જામકંડોરણા અટક કરેલ છે. (૭) લાલુભા પથુભા ચુડાસમા રહે.ઝાંઝમેર વાળાને પકડવા પર બાકીકબ્જે કરેલ મુદામાલ રોકડ રૂપીયા ૩૩૧૫૦/ તથા મોબાઇલ ફોન ૬ મળી મુલ રૂપીયા ૪૦૧૫૦/કામગીરી કરનાર અધિકારી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ધોરાજી રમેશભાઇ બોદર પો.હેડ કોન્સ રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્સ રવિરાજસિહ જાડેજા પો.કોન્સ. પ્રદિપસિહ ચુડાસમા પો.કો નાશીરભાઇ ચૌહાણ ડ્રા પો.કોન્સ વિગેરે સ્ટાપ રોકાયેલ હતો.

(11:50 am IST)