Gujarati News

Gujarati News

News of Monday, 27th February 2023

મોરબીમાં માનસિક અસ્‍વસ્‍થ વળદ્ધા રસ્‍તો ભૂલ્‍યા, ૧૮૧ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

 મોરબી : મોરબીના સિરામિક ઝોનમાં માનસિક અસ્‍વસ્‍થ વળદ્ધા રસ્‍તો ભૂલી જતા ભૂલા પડ્‍યા હતા અને તેઓને કશું યાદ ના હોય ત્‍યારે ૧૮૧ મહિલા હેલ્‍પલાઈન ટીમે વળધ્‍ધાની મદદ કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્‍યું હતું. મોરબી શહેરના એક જાગળત નાગરિકે ૧૮૧ ટીમને કોલ કરી માહિતી આપી હતી કે એક અજાણ્‍યા વળદ્ધા મળી આવ્‍યા છે અને તેઓ ખુબ ગભરાયેલ હાલતમાં છે જેથી ૧૮૧ ટીમના કાઉન્‍સીલર જાગળતિ ભૂવા અને પાયલોટ સનીભાઈ કાફિયા, કોન્‍સ્‍ટેબલ જયશ્રીબેન સ્‍થળ પર પહોંચ્‍યા હતા. જ્‍યાં અંદાજે ૬૫ વર્ષના વળદ્ધા મળી આવ્‍યા હતા. જેઓ સવારે ચોટીલા અને માટેલ જવા નીકળ્‍યા હતા પરંતુ વયોવળદ્ધ હોવાને કારણે તેઓ રસ્‍તો ભૂલ્‍યા હતા વળદ્ધા મૂળ બિહારથી આવેલ હતા અને તેના દીકરા સાથે રહેતા હોવાનું જણાવ્‍યું હતું તેના દીકરા કરી અને પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું. વળદ્ધા માનસિક રીતે અસ્‍વસ્‍થ હોય અને અવારનવાર ઘરેથી નીકળી જતા હોવાનું અને રસ્‍તો ભૂલી જતા હોવાનું તેના પુત્રએ જણાવ્‍યું હતું. પરિવાર સાથે સુખદ મિલન કરાવતા દીકરાએ ૧૮૧ ટીમનો આભાર માન્‍યો હતો.

(12:45 pm IST)