Gujarati News

Gujarati News

News of Monday, 27th February 2023

કાલાવડ તાલુકામાં ઘરફોડ ચોરીનો અંજામ આપનાર ૯ શખ્‍સો સામે કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૭ :..  પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર (આઇપીએસ) રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ મિલ્‍કત સબંધી ગુનાઓ આચરનારા ઇસમો વિરૂધ્‍ધ અસરકારક કાર્યવાહી થવા માટે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ, (આઇપીએસ) નાઓને સુચના આપેલ, જે અન્‍વયે એલ. સી. બી. પો. ઇ. જે. વી. ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ, એલ. સી. બી. પો. સબ. ઇ. એસ. પી. ગોહીલ તથા પો. સબ. ઇન્‍સ. પી. એન. મોરીનાઓ દ્વારા જામનગરમાં ચોરીઓને અંજામ આપનાર ઇસમો વિરૂધ્‍ધ જરૂરી વર્ક આઉટ કરી, ચોરીઓને અંજામ આપનાર ઇસમોની ગુનાહીત ભૂમિકાને તપાસવામાં આવેલ હતી.

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનના પો. ઇ. બી. એમ. કાતરીયાનાઓ તથા પો. સબ. ઇન્‍સ. શ્રી એચ. બી. વડાવીયાનાઓએ કાલાવડ તાલુકામાં અલગ ચોરીમાં રાજય બહારની પરપ્રાંતિય ઇસમોને ચોરીઓના ગુનામાં પકડવામાં આવેલ હતી.

જેથી ટોળકીના સભ્‍યોની મિલ્‍કત સબંધી ગુનાહિત પ્રવૃતિ ઉપર નિયંત્રણમાં લાવવા માટે ગેંગના સભ્‍યો વિરૂધ્‍ધ ગેંગ કેસ હેઠળ એલ. સી. બી. પોલીસ સબ ઇન્‍સ. એસ. પી. ગોહીલ નાઓએ ૯ ઇસમો વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

જેમાં મુનીલ ઉર્ફે મોહન ઉર્ફે મુનો સુભાષભાઇ બામણીયા રહે. હાલ જશાપર તા. કાલાવડ મુળ રાજય - મધ્‍યપ્રદેશ, અનિલ સુભાષભાઇ બામણીયા રહે. હાલ જશાપર તા. કાલાવડ જી. જામનગર મુળ રાજય - મધ્‍ય પ્રદેશ, ધર્મેશ ઉર્ફે ધમો ગમરીયાભાઇ વાસ્‍કેલા રહે. હાલ લક્ષ્મીનગર, મોરબી મુળ રાજય -મધ્‍યપ્રદેશ, રેમલા ઉર્ફે રામલાલ સાવલીયાભાઇ અલાવા ઉ.રહે. હાલ કોઠા પીપળીયા તા. લોધીકા મુળ રાજય-મધ્‍યપ્રદેશ, પપ્‍પુ વેસ્‍તાભાઇ મોહનીયા રહે. હાલ લક્ષ્મીનગર, મોરબી મુળ રાજય-મધ્‍ય પ્રદેશ, અમરસિંહ ઉર્ફે નાનકો ગમરીયાભાઇ રહે. હાલ લક્ષ્મીનગર, મોરબી મુળ રાજય-મધ્‍યપ્રદેશ, મંગેશ ઉર્ફે રમેશ ગરમીયાભાઇ વાસ્‍કેલા રહે. હાલ લક્ષ્મીનગર, મોરબી મુળ રાજય-મધ્‍યપ્રદેશ, વેલસિંહ ઉર્ફે રાજૂ ગમરીયાભાઇ વાસ્‍કેલા રહે. હાલ ઘાટીલા તા. માળીયા મુળ રાજય-મધ્‍યપ્રદેશ, ભુરા મંગરસીંગ અલાવા રહે. હાલ લક્ષ્મીનગર મોરબી મુળ રાજય-મધ્‍ય પ્રદેશ સામે કાર્યવાહી કરી છે.

ઉપરોકત કામગીરી એલ. સી. બી. પો. ઇન્‍સ. જે. વી. ચૌધરીનાઓ તથા પો. સબ. ઇન્‍સ. એસ. પી. ગોહીલ તથા પો. સબ. ઇ. પી. એન. મોરીનાઓ તથા એલ. સી. બી. ના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલવાડીયા, હરદિપભાઇ ધાધલ, યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ઘનશ્‍યામસિંહ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, હિરેનભાઇ વરણવા, નિર્મળસિંહ જાડેજા, શીવભદ્રસિંહ જાડેજા, ફીરોજભાઇ ખફી, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, ડ્રાયવર ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી તથા બીજલ બાલસરા, દ્વારા કરવામાં આવેલ છે.

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનના પો. ઇ. બી. એમ. કાતરીયાનાઓ તથા પો. સબ. ઇ. એચ. બી. વડાવીયાનાઓ તથા સ્‍ટાફના સુરપાલસિહ જાડેજા, સંદિપસિંહ એસ. જાડેજા, જીતેનભાઇ પાગડાર, વનરાજભાઇ ઝાપડીયા, પ્રતિપાલસિંહ સોઢા, ગૌતમભાઇ અકબરી, જયપાલસિંહ જાડેજા, સંજયભાઇ બાલીયા, સુદેવસિંહ જાડેજા, વિપુલભાઇ રાફુચા, અનિરૂધ્‍ધસિંહ જાડેજા, હાર્દિકભાઇ ગોસાઇ, રવીરાજસિંહ જાડેજા, વિજયભાઇ ઝૂંઝા, સાજીદભાઇ બેલીમ, ભારતીબેન વાડોલીયા, શીતલબેન ઝાપડા તથા સ્‍નેહાબેન સાવલીયા દ્વારા કરવામાં આવેલ છે.

(12:40 pm IST)