Gujarati News

Gujarati News

News of Monday, 27th February 2023

ચામુંડા તળેટી વિસ્‍તારમાં બે આખલાએ આંતક મચાવ્‍યોઃ ત્રણ દુકાનોમાં તોડફોડ

રખડુ પશુઓની રંઝાડ તંત્ર નાથે તેવી માંગઃ જીવ બચાવવા લોકોમાં નાસભાગ મચી

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૭: યાત્રાધામ ચામુંડા તળેટી વિસ્‍તારમાં રવીવારનાં બે આખલાઓએ આંતક મચાવતા અફડાતફડી મચી ગયેલ હતી જેમા લડતા આખલાઓએ ત્રણ દુકાનદારોને આર્થિક નુકશાન વેઠવું પડેલ હતું સદનસીબે જાનહાની ટળી હતી

ચોટીલામાં બિન વારસી અને રખડું પશુઓના ત્રાસ માંથી લોકોને મુક્‍તિ અપાવવામાં તંત્ર નિષ્‍ફળ ગયેલ છે અવાર નવાર આખલાનો તરખાટનો અનેક લોકો ભોગ બન્‍યા છે ત્‍યારે ચામુંડા તળેટી વિસ્‍તારમાં રવિવારનાં ભરચક યાત્રિકો વચ્‍ચે બે આખલાનું યુધ્‍ધ છેડાતા નાસભાગ મચી હતી અને લોકો હડફેટે ચડતા બચી ગયેલ હતા

જોકે આ આખલાના તરખાટમાં તળેટી બજારની ત્રણ દુકાનો ઝપટે ચડી હતી રમકડા, પ્રસાદ અને શ્રીફળની દુકાનોમાં લડતા લડતા ઘુસેલા આખલાએ દુકાનમાં રહેલ માલ સામાનને આખલાઓએ નુકશાન પહોંચાડી વેરવિખેર કરી નાખતા દુકાનદારોને આર્થિક નુકશાન પહોંચાડે છે.

સ્‍થાનિક લોકો આવા રખડુ પશુઓને ડબ્‍બે પુરવામાં કોઇ તંત્ર વાહકોએ પગલા લીધા નથી શહેરના અનેક લોકો આખલાઓનો ભોગ બનેલ છે કેટલાયને ભાગ તુટ અને ઇજાઓ પણ પહોંચેલ છે તેમ છતા બિન વારસી રખડું પશુઓ સામે કતંત્ર નિષ્‍ફળ ગયેલ હોવાનો સ્‍થાનિકોનું કહેવું છે.

ચામુડા તળેટીમાં દરરોજ હજારો યાત્રીઓ આવે છે સતત લોકોની અવર જવર રહે છે ત્‍યારે આ પશુઓ કોઇ યાત્રિક માટે જીવલેણ બને તે પહેલા તંત્ર પગલા ભરે તેવી તળેટી વિસ્‍તારનાં ધંધાર્થીઓએ માંગ કરી છે.

(11:28 am IST)