Gujarati News

Gujarati News

News of Monday, 27th February 2023

ધોરાજીના મહેસૂલ સેવા સદન તથા જેતપુરના પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં શરૂ કરેલ તબક્કાવાર નિર્માણથી છેલ્લા પાંચ વર્ષમાં અંદાજિત ૫૭૦૦ પોલીસ આવાસો તૈયાર થયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના ગેલેક્સી ચોક જુની ભગવતી હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 650 કરોડના ખર્ચે નૂતન મહેસુલ સેવા સદન નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો

 રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં  ધોરાજી ખાતે મહેસૂલ સેવા સદનના ગ્રાઉન્ડમાં વિવિધ વિકાસ કાર્યોનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ ધોરાજી ખાતે નવનિર્મિત મહેસૂલ સેવા સદન તથા જેતપુરના નવનિર્મિત પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ અને તકતીનું ઇ-અનાવરણ કર્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ જણાવ્યું હતું કે,  પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં સુશાસનની અસરકારક પ્રણાલિ અપનાવી છે. આઝાદીના અમૃતકાળે આત્મનિર્ભર 

ભારત સાથે આત્મનિર્ભર ગુજરાતની નેમને સાકાર કરતું ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ રાજ્ય સરકારે રજૂ કર્યું છે. સરકારે આપેલ બજેટ ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાને ઊંચેરા શિખરો સુધી પહોંચાડનારું છે.  

પ્રધાનમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ જણાવેલ કે ગુજરાતમાં શરૂ કરેલ તબક્કાવાર નિર્માણથી આજે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજિત ૫૭૦૦ પોલીસ આવાસોનું નિર્માણ થયું છે. તેમજ આ વર્ષના બજેટમાં ૩૧૫ કરોડની જોગવાઈ આ માટે કરવામાં આવી છે. જેતપુર ખાતે આ નવા આવાસના નિર્માણથી પોલીસ પરિવારોની સુખાકારીમાં વધારો થશે. 

સરકારી તંત્રમાં જમીન-મહેસૂલ સેવામાં સરળીકરણ, ડિજીટાઈઝેશન અને પારદર્શિતા લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ સદનના નિર્માણથી લોકોની સુવિધામાં વધારો થશે અને એક જગ્યાએથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. 

 મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા ૨.૫ લાખથી વધુ મહિલાઓને તેમના નામે નોંધાયેલ દસ્તાવેજોને આધારે ૩૦૦ કરોડથી વધુ કરની માફી આપવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ વિસ્તારોમાં જનતાની સરળતા માટે કચેરીઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં અનેક વિકાસકાર્યો આપણા વિસ્તારમાં પણ થઈ રહ્યા છે. 

જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે પ્રાસંગિક ઉદબોધન માં જણાવેલ કે ધોરાજીને આંગણે નૂતન મહેસુલ સેવા સદન બન્યું છે તે લોકોને ખૂબ જ ઉપયોગી બનશે તેમ જ સરકારને વિવિધ યોજનાની માહિતી વિસ્તૃત આપી હતી તેમજ પ્રાંત અધિકારી જે. એન. લિખીયાએ આભારદર્શન કર્યું હતું.

 ઈ - તકતીના અનાવરણ બાદ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા મહેન્દ્રભાઈ પાડલીયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ડેપ્યુટી કલેકટર જયેશ લીખીયા ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ લલીતભાઈ વોરા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા દિલીપભાઈ હોતવાણી જિલ્લા પંચાયતના સદસ્ય વિરલભાઈ પનારા ભરતભાઈ બગડા ઉપસ્થિત મહાનુભાવોએ રીબીન કાપી સદન પ્રવેશ કર્યોં હતો અને સુવિધાસજ્જ સદનનું નિરીક્ષણ કર્યું હતું.

ધોરાજી મહેસૂલ સેવા સદન રૂ. ૬.૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પાર્કિંગ, કોન્ફરન્સ રૂમ, રેઇન વોટર હાર્વેસ્ટીગ સિસ્ટમ, ફાયર સેફ્ટી વગેરે સુવિધાઓ છે. આ સદન માં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ સિટી સર્વે ઓફિસ કાર્યરત થશે.

જેતપુર ખાતે પોલીસ આવાસ રૂ.  ૮.૩૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ આવાસો ૨ બેડરૂમ હોલ કિચન, બાલ્કની, શેડ પાર્કિંગ, બાળકો માટે ક્રીડાંગણ વગેરે સુવિધાઓથી સજ્જ છે. 

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ માકડીયા મહામંત્રી રાજુભાઈ ડાંગર મહામંત્રી જનકસિંહ જાડેજા તાલુકા પંચાયત રામભાઈ હેરભા ધોરાજી તાલુકા સંઘના ઉપાધ્યક્ષ હરેશભાઈ હેરભા ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંટોલિયા પરેશભાઈ વાગડીયા વિજયભાઈ અંટાળા નીતિનભાઈ જાગાણી અને નગર પાલિકાઓના પદાધિકારીઓ તેમજ પક્ષના અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા  તેમજ સબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે ડેપ્યુટી કલેકટર જયેશ લીખીયા પોતાની ચેમ્બરમાં બેઠા હતા તેમજ મામલતદાર જાડેજા પોતાની ચેમ્બરમાં બેઠા ત્યારે તમામ ધારાસભ્ય અને અધિકારીઓએ તેઓનું સ્વાગત સાથે અભિનંદન પાઠવ્યા હતા

આ સમયે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુને ધોરાજીના અગ્રણી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે ધોરાજીને આંગણે નવું મહેસુલ સેવા સદન જો બની હોય અને ગામની વચોવચ બની હોય તો તે જયેશભાઈ રાદડિયાના આભારી છે તેઓએ જન્મ આંદોલન ચડ્યું હતું તેઓનું સ્વપ્ન સાકાર થયું છે

(10:38 pm IST)