Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સાવરકુંડલા કાર્યાલયની મુલાકાતે પુરૂષોતમભાઇ રૂપાલા

સાવરકુંડલાઃ પુર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસીયાના  કાર્યાલયની મુલાકાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા આવ્યા હતા. સાથે જીલ્લા ભાજપના આગેવાનો  રામભાઈ સાનેપરા, જીલ્લા ભાજપના પુર્વ મહામંત્રી કમલેશભાઈ કાનાણી , ઉપપ્રમુખ શ્રી શરદભાઈ પંડયા, શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ ઠાકર, ડી.કે.પટેલ, પ્રતીક નાકરાણી ઉપસ્થીત રહ્યા હતા અને નગરપાલીકા, જીલ્લા / તાલુકા પંચાયતોની ચુંટણી સમીક્ષા કરી હતી.(તસ્વીર-અહેવાલઃ દિપક પાંધીઃ સાવરકુંડલા)

(12:53 pm IST)
  • માર્ચ મહિનાથી દેશમાં ચાર મોટા બદલાવ : 60 વર્ષથી વધુની વયના અને 45 વધુ ઉંમરના બીમારી સામે ઝઝૂમતા લોકોનું થશે રસીકરણ :વિવાદથી વિશ્વાસ યોજનાનો લાભ લેવાની મુદત 31મી માર્ચ સુધી વધારી દેવાઈ :બેન્ક ઓડ બરોડામાં વિલય થતા દેનાબેંક અને વિજ્યાબેન્કના ખાતેદારોના એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ નવા લાગશે :બિહાર અને ઉત્તર પ્રદેશમાં ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલે જઈ શકશે access_time 12:24 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સતત ચોથા હજારથી વધારે નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : વધુ 51 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો :મહારષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 52 હજારને પાર પહોંચ્યો : અનેક જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો access_time 12:47 am IST

  • કોરોનાના વધતા કેસથી યુપી અને ઓરિસ્સા સરકાર એલર્ટ : અન્ય રાજ્યોમાંથી આવનાર માટે ક્વોરેન્ટાઇન અનિવાર્ય : ઓરિસામાં હવે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ,છત્તીસગઢ,મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ , પંજાબ, દિલ્હી, ચંદીગઢ, કર્ણાટક,અને આંધ્રપ્રદેશથી આવનારા લોકોને 7 દિવસ હોમ આઇસોલેશન ફરજીયાત કરાયું access_time 12:44 am IST