Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

માળીયાના ભોળી વાંઢ વિસ્તારમાં નીણના જથ્થામાં આગ ભભૂકી

ઘર પાસેના વાડામાં વેચાણ અર્થે રાખેલા જથ્થામાં આગ લગતા નિણનો જથ્થો બળીને ખાખ

માળીયાના ભોળી વાંઢ વિસ્તારમાં ગ્રાઉન્ડમાં રાખેલા નીણના જથ્થામાં કોઈ કારણોસર આગ લાગતા નીણનો જથ્થો બળીને ખાખ થવા પામ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હોય જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે

  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા નજીક આવેલ ભોળી વાંઢ વિસ્તારમાં વેપારી કાસમભાઈ કટિયાએ તેના ઘર પાસેના વાડામાં પાંચ ગાડી નીણનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હતો જેમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નીણનો જથ્થો બળી જવા પામ્યો છે

આગને પગલે નજીકમાં જ ઘર હોવાથી ઘરમાં પણ નુકશાન થયું છે જોકે બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઇ નથી અને આગ પર કાબુ મેળવવા સ્થાનિકો અને ફાયર ટીમ મથામણ કરી રહી

(10:03 pm IST)