Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મોરબીમાં સગીરાને ભગાડી જવા મામલે નવ શખ્શોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી:એક અલખની ખંડણી માંગી

સગીરાને ભગાડી જવા મુદે તેના ભાઈને ફોન પર ધમકી

મોરબીના સામાકાંઠે રહેતા યુવાનના ઘરમાં ઘુસી નવ શખ્શોએ તોડફોડ કરીને એક લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે

 આ અંગેની વિગત મુજબ હર્ષદ જેન્તીભાઈ ડોડીયા (રહે વૃંદાવન પાર્ક, હરી એપાર્ટમેન્ટ, ફ્લોરા હોમ્સ )એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પિતરાઈ ભાઈ ધવલ ઉર્ફે ગોપાલ સગીરાને ભગાડી ગયો હોય જે મામલે આરોપી રાજુ સખીયા (રહે ગોંડલ )એ ફોન પર ગાળો અને ધમકી આપીને તેમજ નવ અજાણ્યા ઇસમોએ ગાડી લઈને આવ્યા હોય જેને ઘરમાં ઘુસી તોડફોડ કરીને તેમજ ફરિયાદી યુવાન પાસે એક લાખની ખંડણીની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે

   સગીરાને ભગાડી જવા મુદે તેના ભાઈને ફોન પર ધમકી તેમજ અજાણ્યા નવ ઇસમોએ ઘરમાં ઘુસી તોડફોડ કરી હતી અને એક લાખની ખંડણીની માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે

(10:01 pm IST)