Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

લીલીયા કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ દ્વારા આનંદ મેળો

લીલીયા : કેળવણી મંડળ સંચાલીત શ્રીમતી શાંતાબેન કન્યા વિદ્યાલયના આચાર્ય રંજનબેન રાદડીયાના માર્ગદર્શન તળે શાળાની ધો.૯, ૧૦ની વિદ્યાર્થીની બહેનોનો સામાજીક સાંવેગીક અંગે વ્યવહારીક વિકાસ માટે શાળામાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામં આવેલ છે.આ તકે પ્રથમ શાળા સંચાલન, મંડળના મંત્રી મગનભાઇ વિરાણી હસ્તે દિપપ્રાગટય કરવામાં આવેલ ત્યારબાદ શાળા સંચાલન કરી મેળો ખુલ્લો મુકયો હતા. આ મેળામાં વિદ્યાર્થીનીઓએ પાણી પુરી, ભેળપુરી, મન્ચુરીયન, આઇસ્ક્રીમ, ઠંડા પીણા, બટેટા ભુગળા સહિતની ખાણીપીણીના જુદા જુદા ૧૪ સ્ટોલ ઉભા કર્યા હતા. જેમાં વિદ્યાર્થીનીઓ એ શુધ્ધ અને પૌષ્ટીક વાનગીઓ બનાવી વેચાણ કરી અને વ્યવહારીક કૌશલ્ય કેળવવાના હેતુસર મોટી સંખ્યામાં બહેનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો.

આ તકે લેઉવા પટેલ સમાજ પ્રમુખ કાંતિભાઇ શિંગાળા, પુર્વ જિ. પં. સદસ્ય ઘનશ્યામભાઇ રાદડીયા, આચાર્ય હસમુખભાઇ કરડ, સુનીલભાઇ ગોવાણી સહિતના મોટી સંખ્યામાં ગામની બહેનોએ આનંદ મેળામાં નાની-નાની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરેલ ખાણીપીણીની ચીજવસ્તુઓનો સ્વાદ માણી પ્રભાવીત  થઇ વિદ્યાર્થીનીઓને  શાબાશી આપી હતી. સફળ બનાવવા શાળાના આચાર્ય રંજનબેન રાદડીયા, કિરણબેન બરવાળીયા, ગીતાબેન મારડીયા, માનસિંહ ચૌધરી, અરવિંદભાઇ ચાવડા, વિપુલભાઇ, વિવેકભાઇએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : અહેવાલ : મનોજ જોષી - લીલીયા)

(1:14 pm IST)