Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

જૂનાગઢ કૃષિ યુનિ.માં પાકમાં જીવાત નિયંત્રણ માટે માર્ગદર્શન અપાયું

જૂનાગઢ,તા.૨૭: જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, ડો. વી.પી.ચોવટિયાની  પ્રેરણા અને અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.બી.કે.સગારકાના માર્ગદર્શનથી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, સરદાર સ્મૃતિ કેન્દ્ર, જુનાગઢ દ્વારા 'મુખ્ય પાકોમાં રોગ-જીવાતનું સંકલિત વ્યવસ્થાપન' વિષય પર ખેડૂત  તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી, ડો.જી.આર ગોહિલએ જણાવ્યુકે જી.એન.એફ.સી. કંપનીને કયારે પણ જાહેરાત કરવાની જરૂર પડી નથી તેઓ પણ ખેડૂતોને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા પર ભાર મુકે છે અને આવી તાલીમ દ્રારા ખેડૂતોને જાગૃત કરે છે. હાલની પ્રવર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં લીને પાકનું વાવેતર કરવું જોઈએ. અને પરિવર્તન તમે લોકો જ લાવી શકો તેમ છો. સરકારશ્રીની નેમ છે કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતની આવક બમણી થવી જોઈએ.

આ માટે ખેતી ખર્ચ ઘટાડી ઉત્પાદન વધારવાની જરૂર છે. નાઈટ્રોજનનો વપરાશ ઘણો વધી ગયો છે. એટલે જ જમીનનું પૃથ્થકરણ કરાવીને ભલામણ મુજબ જો ખાતર વાપરવામાં આવે તો ખર્ચ ઘટે અને જમીનની તંદુરસ્તી પણ સારી રહે. નવી ટેકનોલોજી આપવા અમારા વૈજ્ઞાનિકો અથાગ પ્રયત્ન કરે છે. આપણી પાસે રહેલ સંસાધનોનો સદઉપયોગ કરવો, ખેતી ખર્ચ ઘટાડવો અને ઉત્પાદનની મૂલ્ય વૃધ્ધિ કરવી. ખેતી સાથે સામુહિક પશુપાલન વ્યવસાય કરી તેને સ્વીકારીએ જેથી પૂરક આવક મેળવી, આર્થિક સધ્ધરતાથી  કુટુંબની સુખાકારી વધારી શકાય ખેતીની વૈજ્ઞાનિક પધ્ધતિઓ સંબધિત તજજ્ઞતા અપનાવા ગુણવતા યુકત ખેતીની જાણ સૌને ઉત્પાદન કરવાનો અનુરોધ કરેલ.

પ્રાસંગિક ઉદબોધનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડી, રાસાયણિક દવા, ખાતર અને બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ કરી આવકમાં વધારો કરવા અનુરોધ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમમાં સોઇલ હેલ્થ કાર્ડ, મુખ્ય પાકોમાં રોગ-જીવાતનું સંકલિત વ્યવસ્થાપન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સીટીના 'કૃષિ દર્શનાલય' તેમજ જુદા-જુદા વિભાગોની સ્થળ મુલાકાત  કરી માર્ગદર્શન આપવામાં આવેલ.       

 આ તાલીમ કાર્યક્રમમાં પ્રો. વી.જી.બારડ  અને  પ્રો. ડી.એસ. ઠાકર. હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા સરદાર સ્મૃતિ કેન્દ્રના સમગ્ર સ્ટાફ અને જી.એન.એફ.સી. ભાવનગરના શ્રી એન.કે.ડબાસરા અને  શ્રી વી.સી.ગજેરાએ  જહેમત ઉઠાવી હતી.

(11:40 am IST)