Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

તળાજાના ખેડૂતોને પાક વિમાનું વળતર ચુકવવામાં ભાજપ સરકારની મશ્કરી : કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયા

ખેડૂતોને હેકટર દીઠ માત્ર ૧૪૫૪ ચુકવાયા એ પણ તમામને નહી, ભાવનગર જિલ્લાના ખેડૂતોને હેકટર દીઠ ૧૭૦૫ ચુકવાયા

ભાવનગર તા. ૨૭ : ભાવનગર જિલ્લાના એકમાત્ર તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી ભાવનગર બોટાદ જિલ્લામાંઙ્ગ તાલુકાવાર ખેતીના કયાં પાક માં કેટલુ નુકસાન થયેલ છે અને નુકશાન અન્વયે ૧૫/૧/૨૦ સુધીમાં ચૂકવવા માં આવેલ રકમ ની વિગતો બજેટ સત્ર દરમિયાન જવાબ આપવા પ્રશ્ન પુછેલ.

તે અનુસંધાને આજથી શરૂ થયેલ બજેટઙ્ગ સત્રમાં આપેલ જવાબ અનુસંધાને કનુભાઈ બારૈયાએ જણાવ્યું હતુંકે ખેડૂતો સાથે સરકારે મશ્કરી કરી છે.

તળાજા તાલુકામાં ૪૬૬૮૧ હેકટર માં નુકશાન થયેલ. તેની સામે ૬૭૮.૮૦ લાખ ચૂકવ્યા છે.તેમ બજેટ સત્ર દરમિયાન લેખિતમાં જવાબ આપેલ છે.એ આંકડો જોતા એક હેકટર દીઠ તળાજા ના ખેડૂતોને માત્ર ૧૪૫૪/-રૂપિયા ચૂકવ્યા છે.

ભાવનગર જિલ્લામાં ૩૦૪૩૧૮ હેકટરમાં નુકશાન થયેલ છે. તેની સામે ૫૧.૮૯ કરોડ ચૂકવ્યા. જે હેકટર ભાંગતા ૧૭૦૫ રૂપિયા હેકટર દીઠ ચૂકવ્યા.

બોટાદ જિલ્લા ના આંકડા માં ૧૧૪૧૮૧ હેકટર માં નુકશાની દર્શાવી છે. તેની સામે વળતર ૩.૧૫ કરોડ ચૂકવેલ છે.હેકટર સામે ચૂકવેલ રકમ ભાંગતા માત્ર ૨૭૫.૯૫ રૂપિયા ચૂકવેલ છે. જે કહી શકાય કે બોટાદ જિલ્લાના ખેડુતોની મજાક જ કરવામાં આવી છે.

કનુભાઈ બારૈયાએ ઉમેર્યું હતુંકે સરકારે ૩૭૦૦ કરોડ રૂપિયા ચુકવવાની અનેઙ્ગ સાર્વત્રિક નુકશાન તે સમયે કહયુ હતું. તેની સામે આજે જાહેર કરેલ આંકડા મુજબ માત્ર ૧૨૦૦ કરોડ જ ચૂકવ્યા છે. એ પણ જે ખેડૂતો એ અરજી કરી તેનેજ ચૂકવ્યા છે. જોકે હજુ ખેડૂતોને ચુકવવાની કાર્યવાહી બાકી હોવાનંુ સરકારે જણાવ્યું છે.

તળાજા ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ વિધાનસભાના બજેટ સત્રમાં પોતે પ્રશ્નોતરી સાંભળતા હોય તેમ ઈયરફોન સાથેનો સેલ્ફી લઈ ફોટો વાયરલ કરેલ હતો.

(11:36 am IST)