Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દ્વારકામાં ફુલડોલ ઉત્સવના આયોજન માટે કલેકટરે બેઠક યોજી

સફાઇ-સુવિધા તથા યાત્રીકોલક્ષી સેવા માટે ખાસ ભાર મુકાયો

દ્વારકા તા. ર૭:  દ્વારકા તિર્થસ્થાનમાં આગામી ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે હજારો યાત્રીકો ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા આવશે.

દેસ્થાન સમિતિના અધ્યક્ષ અને દેવભૂમિ જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને આગેવાનો તથા અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરે યાત્રીકલક્ષી સુવિધા માટે ખાસ ભાર મુકયો હતો. આ ઉપરાંત સફાઇ, ટ્રાફિક નિયમન અંગે કેવી વ્યવસ્થા ગોઠવવી તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી.આ બેઠકમાં અધિક કલેકટર જાની, પ્રાંત અધિકારી ભેટારીયા, મામલતદાર, પીઆઇ વાગડીયા, એસઓજીના જાડેજા, પાલીકા પ્રમુખ જીતેષ માણેક, ઉપપ્રમુખ પરેશ ઝાપટીયા, શહેર પ્રમુખ વિજય બુઝડા, પત્રકારો ચંદુભાઇ બારાઇ, વિનુભાઇ સામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લા કલેકટરશ્રી મીનાએ ખાસ પ્રકારના મુદ્દાઓમાં બેટ દ્વારકા ફેર બોટ સર્વિસમાં લાઇફ જેકેટની સુવિધા ત્થા સેનેટરી વ્યવસ્થા અને દ્વારકા ખાતે ખાસ સફાઇ ઝુંબેશ ત્થા રખડતા ઢોરની વ્યવસ્થા અને જાહેર માર્ગો પર સીસી ટીવી કેમેરા, લાઇટીંગ વ્યવસ્થા, આરોગ્યલક્ષી વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટને લગતી બાબતો, ટ્રાફીક વ્યવસ્થા વિગેરે ઉપર ખાસ ધ્યાન આપવા જરૂરી સુચનો આપી હતી.

એસ.ટી. વિભાગ, રેલ્વે વિભાગ, ગુજરાત મેરી ટાઇમ બોર્ડ, આરોગ્ય વિભાગ સહિતના સરકારી વિભાગના વડાઓ ત્થા નાયબ ડી.ડી.ઓ. અગ્રવાલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:36 am IST)