Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ગોંડલ પંથકની સગીરાનું અપહરણ કરી દેરડીના રાજેશ મકવાણાએ દુષ્કર્મ આચર્યું

પોલીસે પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધી રાજેશની ધરપકડ કરી

ગોંડલ,તા.૨૭: ગોંડલ સગીરાને દેરડીગામના  શખ્સે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી વિરૂધ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ પંથકની ૧૫ વર્ષીય સગીરાને દેરડી કુંભાજી ગામે રહેતા રાજેશ ગોવિંદભાઈ મકવાણા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ગત તા. ૨૦ના રોજ અપહરણ કરી ગયો હતો અને સગીરા ઉપર તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે સગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રાજેશ ગોવિંદભાઈ મકવાણા વિરૂધ્ધ આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૩) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:16 am IST)