Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

નખત્રાણામાં જ્વેલર્સ પેઢીઓ ઉપર ઇન્કમટેકસનું સર્ચ ઓપરેશન

 ભુજ તા. ૨૭ : નખત્રાણામાં એક સાથે ચારઙ્ગ જવેલર્સના શો રૂમ ઉપર હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનને પગલે વ્યાપારીઓમાં ફફડાટ મચી ગયો છે. ગઈકાલ સાંજથી ૨૦ જેટલા ઇન્કમટેકસ અધિકારીઓ કર્મચારીઓનો કાફલો ગુરૂકૃપા જવેલર્સ, હિંમતલાલ બેચરલાલ સોની, પાંજી ધોકાન અને અન્ય એક જવેલર્સ પેઢી ઉપર ત્રાટકયો હતો.

આખી રાત આ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. મોટી રકમના ડિસ્કલોઝર થાય એવું જાણકાર વર્તુળો કહી રહ્યા છે.

(11:17 am IST)