Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જામનગરનાં જીએસએફસી ગેઇટ પાસે કારે મોટરસાયકલને હડફેટે લેતા દંપતીને ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭ : મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં કરશનભાઈ માવજીભાઈ ભદ્રા, ઉ.વ.પપ, રે. જોગવડ પાટીયા પાસે, તા.લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ–૧–ર૦રરના ફરીયાદી કરશનભાઈ તથા તેમના પત્ની કાંન્તાબેન તેમનું એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–બી.એસ. ૪૮૩૭ નું લઈ જોગવડ પાટીયા જી.–૩ પોતાના ઘરેથી જામનગર જતા હોય આ દરમ્યાન જી.એસ.એફ.સી. ગેઈટથી આગળ હાઈવે રોડ પર પહોંચતા આરોપી સેન્ટ્રોકાર જેના રજી.નં. જી.જે.–૦૩–એફ.કે.–૭૮૩૦ નો ચાલક પુરપાટ ઓવરસ્પીડ માં ચલાવી પોતાની કાર પર કાબુ ગુમાવી બેફીકરાઈ અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી કરશનભાઈની એકટીવા મોટરસાયકલ ને પાછળથી ઠોકરમારી તેમજ રીવેસ લઈ નાશવા જતા ફરીયાદી કરશનભાઈને ડ્રાઈવર સાઈડથી ઠોકર મારી શરીરે મુઢ માર તથા છોલછાલ ની ઈજા તથા પાછળ બેસીેલ તેમના પત્ની કાંન્તાબેનને શરીરે મુંઢ ઈજા તથા માથાના ભાગે હેમરેજની ઈજા કરી નાશી જઈ ગુનો કરેલ છે.

બાંગા ગામ પાસે દારૂ સાથે ઝડપાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિવ્યરાજસિંહ શિવરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧–ર૦રરના બાંગા ગામથી લલોઈ ગામ તરફ જવાના રોડ ઉપર આરોપી કુવરસિંહ ગોહચડાભાઈ કોલછીયા, રે. બાંગા ગામ વાળાએ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી ફોર સેલ ઈન મઘ્યપ્રદેશ સ્ટેટ ઓનલી લખેલી બોટલ નંગ–૧૮, કિંમત રૂ.૯,૦૦૦/–નો રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

સોપારીના બાચકાની ચોરી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મનીષ અમૃતલાલ પરમાર, ઉ.વ.૩ર, રે. ગુલાબનગર બીજો ઢાળીયો, પોસ્ટ ઓફીસ સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે , તા.ર૦–૧–ર૦રરના ત્રણ દરવાજા એ.પી.દોશી એજન્સી દુકાન બહાર રોડ પર, જામનગરમાં ફરીયાદી મનીષભાઈના સોપારીના બાચકામાં રહેલ પચાસ કિલો સોપારી જેની કિંમત રૂ.ર૧૦૦૦/– વાળુ કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જી.આઈ.ડી.સી.ના મેનેજરની ફરજમાં રૂકાવટ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાકેશભાઈ ચંદુભાઈ પટેલ, ઉ.વ.૪૦, રે. નૈમી સારણ્ય ફલેટ–ર૦ર, ખોડીયાર કોલોની, જામનગર વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૦૧–ર૦રરના શંકરટેકરી ગુજરાત ઔધોગીક વિકાસ નિગમની કચેરી, જામનગરમાં ફરીયાદી જી.આઈ.ડી.સી.ના પ્રાદેશીક મેનેજર તરીકે સરકારી ફરજ ઉપર હતા ત્યારે આરોપ દિનેશભાઈ શંકરલાલ કનખરા તથા ભવ્ય દિનેશભાઈ કનખરા તથા પરેશ શંકરભાઈ કનખરા, મોનીન્દરસીંગ પી.બજાજ અને બીજા–બે અજાણ્યા ઈસમો રે. જામનગરવાળા ઓને  ફરીયાદી રાકેશભાઈએ મીટીંગ મુલત્વી રાખવાની જાણ કરવા છતા એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી રજુઆત કરતાઓને ઉશ્કેરી ફરીયાદી રાકેશભાઈને ચેમ્બરમાં ગેરકાયદેસર અટકાવી રાખેલ તેમજ ફરજમાં રૂકાવટ કરી ફરીયાદી રાકેશભાઈને ગાળો આપી તથા મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ફોરવ્હીલ ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા આઘેડનું મોત

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કિરીટભાઈ અવચરભાઈ બોડા, ઉ.વ.૪પ, રે. સોયલ ગામ, તા.ધ્રોલવાળા એ  ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ–૧–ર૦રરના ફરીયાદી કિરીટભાઈના કાકા અશ્વિનભાઈ રત્નાભાઈ બોડા જાતે પટેલ ઉ.વ.પપ, રે. સનસિટી સોસાયટી ધ્રોલવાળા પોતાનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–ડી.જી.–૭૯૩૩ વાળુ લઈ ઘરેથી ધ્રોલ ગામમાં પોતાની દુકાને જતા હોય ત્યારે બાવની નદીના પુલના વચ્ચેના ભાગે પહોંચતા પાછળથી જામનગર  તરફથી આવતી અર્ટીકા ફોરવીલ ગાડી જેના રજી.નં. જી.જે.–૦૩ એમ.ઈ.–૦૧પ૮ નો ચાલકે પોતાની ગાડી ફુલ સ્પીડમાં ગફલત ભરી રીતે ચલાવી આવી ફરીયાદી કિરીટભાઈના કાકા અશ્વિનભાઈના મોટરસાયકલને પાછળથી ઠોકર મારતા અકસ્માત કરી પોતાની ફોરવ્હીલ લઈ નાશી જતા અશ્વિનભાઈને માથામા તથા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

બિમારી સબબ આઘેડનું મોત

જામનગર જિલ્લાના અલીયાબાડા ગામે રહેતા ક્રિપાલસિંહ ગંભીરસિંહ જાડેજા, ઉ.વ.રર એ પંચ એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૬–૧–ર૦રરના આ કામે મરણજનાર ગંભીરસિંહ કનુભા જાડેજા, ઉ.વ.પર, રે. અલીયાબાડા ગામ વાળાને છેલ્લા અઢી વર્ષથી મોઢાનું કેન્સર હોય જેની ભાવનગર તથા જામનગરની હોસ્પિટલમાં સારવાર ચાલુ હોય ને આજરોજ સવારના છ વાગ્યે તેમની તબીયત ખરાબ થઈ જતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(12:35 pm IST)