Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ધ્રાંગધ્રા ડીવાયએસપી દેવધાની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી

વઢવાણ,તા. ૨૭: ધ્રાંગધ્રા ડીવીઝનના નાયબ પોલિસ વડા આર.બી.દેવધાની રાષ્ટ્રપતિ પોલિસ ચંદ્રક માટે પસંદગી થઇ છે. રાજય સરકારે કરેલા બદલીના ઓર્ડરમાં તેમની બદલી દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને નવા નાયબ પોલિસ અધિક્ષક તરીકે જે.ડી.પુરોહિતને મુકવામાં આવ્યા છે.

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્ત્।ાક પર્વ અંતર્ગત ગુજરાત પોલિસતંત્રના ૧૯ પોલિસ અધિકારીઓની રાષ્ટ્રપતિ પોલિસ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં બે પોલિસ અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ તથા બાકીના ૧૭ પોલિસ અધિકારીઓને પ્રશંસનીય સેવા અંગેના મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આર.બી.દેવધાની પ્રશંસનીય સેવા અંગેના રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.

ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાને આ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવા બદલ ગુજરાત રાજયના પોલિસ વડા આશિષ ભાટીયા, સૌરાષ્ટ્ર રેન્જ આઇજી સંદીપસિંહ, સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા તથા પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ તંત્રમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

(11:20 am IST)