Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કચ્છમાં ભૂકંપના ૩ હળવા આંચકાઃ મહુવામા પણ ધરા ધ્રુજીઃ કચ્છમાં ભૂકંપની વરસીના દિવસે કાલે ર વખત હળવા ભૂકંપ

રાજકોટ તા. ર૭ :.. કાલે કચ્છ ભૂકંપની વરસી હતી. કાલે બપોરે કચ્છના દૂધઇમાં બે હળવા ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જો કે તેની તીવ્રતા હળવી હતી.

ગાંધીનગર સ્થિતિ સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, આજે ર.૩૮ વાગ્યે કચ્છના દૂધઇથી ૧૪ કી.મી. દૂર ર.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ત્યારબાદ ર.૪ર વાગ્યે કચ્છના દૂધઇમાં જ ૧.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આ ઉપરાંત આજે સવારે કચ્છના રાપરથી ર૧ કિ. મી. દૂર દક્ષિણ દિશા તરફ ર.૧ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ત્યાર પહેલા આજે વહેલી સવારે ૩ વાગ્યે ભાવનગર જીલ્લાના મહુવાથી ૭૬ કિ. મી. દૂર ર.૧ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(12:21 pm IST)