Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કૃષિ કાયદા મુદ્દે સરકારની જીદ અને અહમના કારણે પ્રશ્નનું નિરાકરણ થતુ નથીઃ ભીખાભાઇ બાંભણીયા

પુર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરીના પુર્વ ચેરમેનનો આક્ષેપ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.રપ : જસદણના પુર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએજણાવ્યું છે કે કૃષિ કાયદાઓ રદ કરાવવા માટે ર મહિનાથી લાખોની સંખ્યામાં ખેડુતો એકઠા થઇ કડકડતી ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે. પ૦ થી વધારે ખેડુતોના મૃત્યુ થયા છે. અમુકે આત્મહત્યા કરેલ છે ૧૦ થી વધારે વખત સમાધાન માટે બેઠકો કરવા છતા સરકારની જીદ તથા અહમને કારણે આ પ્રશ્નનું નિરાકરણ થયેલ નથી એ સરકાર માટે શરમજનક અને નિર્દયતા ભર્યુ કૃત્ય ગણી શકાય.

સરકારનો મુળભૂત ઉદેશ ખેડુતોની આવકમાં વધારો થાય અને ખેડુત સમૃદ્ધ બને તે માટેનો એવુ રટણ વારંવાર સરકાર તેમજ ભાજપના આગેવાનો કર્યા કરે છે. ભાજપ શાસિત યાર્ડના આગેવાનો કોઇપણ કારસર મૌન સેવી રહ્યા છે. આ કાયદાથી થતા કે ભવિષ્યમાં થનારા ફાયદાનો લાભ ખેડુતોને સ્વીકાર્ય નથી તો સરકારને શા માટે આ કાયદાનું ફરજીયાત રીતે પાલન કરાવવાનું હેત ઉભરાય જાય છે. એ નકકી થતું નથી.

ખેડુતે આગેવાનો આ કાયદાથી ખેડુતોને કે ખેત ઉત્પાદન વાપરનાર વર્ગને કોઇ ફાયદો થવાનો નથી એવું મંતવ્ય ધરાવે છે. ત્યારે આવા સંજોગોમાં સરકારે આ કાયદા રદ કરવાથી શું મુશ્કેલી અને નુકશાન થવાનું છે એ જણાવવું જરૂરી છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે કોર્પોરેટ કાૂં. ઓકે ઉદ્યોગ પતીઓ સાથે કોઇ સાંઠગાઠ કે નાણાકીય મદદ કરવાની સમજુતી થઇ હશે કે કેમ ? તેમજ ઉદ્યોગકારો કે કંપનીઓએ ખેતઉત્પાદનના સંગ્રહ માટે ગોડાઉનો બનાવી લીધેલ છે એવી વાતો બહાર આવે છે જેથી સરકાર તથા સરકારના મળતીયાઓનું કોઇપણ પ્રકારનું હિત હોવુ જોઇએ એવી જનમાનસમાં શંકા ઉદ્દભવેએ સ્વભાવિક છે.

ખેડુતો મરી રહ્યા છે. આત્મહત્યા કરે છેતેમ જ હેરાન પરેશાન થાય છે. છતા આ સરકારના પેટનું પાણી હલતુ નથી એ કમનસીબી છે.સરકારના સરખુખત્યારશાહી વલાચ સામે રેલીઓ કાઢવાથી કોઇ ઉકેલ આવ ેએવુ લાગતુ નથી સરકાર સહાનુભુતી દાખવી ખેડુતોની માંગણીઓનો સ્વીકાર કરી કયદાઓ રદ કરી નાખેતો શું આભ ફાટી પડવાનું છે.એ સમજાતું નથી. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યુંછે.

(12:21 pm IST)
  • દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં: ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, નરેન્દ્રભાઇ મોદી સાથે પણ કરી શકે છે મુલાકાત, કડક કાર્યવાહીના અપાઇ શકે છે નિર્દેશ access_time 11:50 am IST

  • લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનને છોડીને બધા જ મેટ્રો સ્ટેશન ખૂલ્યા, પરિસ્થિતિ સામાન્ય : દિલ્હી મેટ્રો access_time 11:49 am IST

  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST