Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ગાંધીધામની ગળપાદર જેલના જેલર-સબ જેલર સવા લાખની લાંચ લેતાં ઝડપાયાઃ અમદાવાદ એસીબીના છટકામાં સપડાયા

અમદાવાદ ACBએ ગાંધીધામની ગળપાદર જેલમાં દરોડો પાડયો

ભુજ, તા.૨૭: અમદાવાદ ACBએ ગાંધીધામની ગળપાદર જેલમાં દરોડો પાડ્યો હતો અને જેલના જેલર અને સબ જેલરને લાંચે લેતા ઝડપાયા છે. ગળપાદર જેલનાં જેલર અને સબ જેલરને રૂપિયા સવા લાખની લાંચ લેતા ઝડપ્યા છે. એસીબી અમદાવાદના સફળ છટકામાં જેલર અને સબ જેલર બને આવી જતા તેમજ જેલમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સવારે રાજકોટના અધિકારીને અને સાંજે કચ્છના અધિકારીને સફળ ટ્રેપનાં માધ્યમથી રંગે હાથ ઝડપી અધિકારી આલમમાં સોંપો પાડી દીધો છે.

રાજકોટ SGSTમાં ACB દ્વારા સફળ ટ્રેપના માધ્યમથી વેરા નિરીક્ષક એમ.એમ.મદાણીને ૨૦ હજારની લાંચ લેતા ઝડપ્યાની સાથે સાથે લાંચીયા અધિકારીના ઘરની પણ જડતી લેવામાં આવી હતી. સાથે સાથે મદાણી સામે અપ્રમાણસર મિલકતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તો કચ્છમા પણ ACBએ સપાટો બોલાવતા લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:17 pm IST)
  • દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં: ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, નરેન્દ્રભાઇ મોદી સાથે પણ કરી શકે છે મુલાકાત, કડક કાર્યવાહીના અપાઇ શકે છે નિર્દેશ access_time 11:50 am IST

  • ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલા હોબાળો માટે માફી માંગી : તેમણે કહ્યું કે હિંસાના ગુનેગારો સંયુક્ત ખેડૂત મોરચાના ભાગ નથી. શિવકુમાર કક્કા એક ખાનગી ચેનલ સાથે વાત કરી રહ્યા હતા. access_time 7:57 pm IST

  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST