Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ગોંડલ પાલિકાની ચૂંટણી પુર્વે કોંગ્રેસના સુપડા સાફ

પાંચ સદસ્યોએ ભગવો ખેસ અંગીકાર કર્યો : એક દિગ્ગજ આગેવાનનો પણ ભાજપ પ્રવેશ નિશ્ચિત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા ) ગોંડલ તા.૨૭ :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ ગોંડલ માં રાજકીય ભુકંપ શરૂ થયાં છે.

નગરપાલિકા ની ચુંટણી પુર્વે જ પાલીકાનાં પાંચ  સદસ્યો એ કોંગ્રેસ સાથે છેડો ફાડી પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તે ભાજપનો ખેસ અંગીકાર કરતાં કોંગ્રેસ મૂર્છિત સ્થિતિમાં મુકાઇ છે. તાલુકાનાં એક અગ્રીમ આગેવાન પણ આગામી દિવસ માં ભાજપ પ્રવેશ કરનાર હોય ગોંડલમાં ચુંટણી પુર્વે જ ભાજપની મજબુતી 'કોંક્રીટ સિમેન્ટ' સમી બનવાં પામી છે.

રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીમાંથી નગરપાલિકામાં ચુંટાઇને  કોંગ્રેસમાં ભળેલાં ઓમદેવસિંહ જાડેજા, શૈલેષભાઈ ફૌજી, નિલેષભાઈ કાપડીયા, ફઝલભાઇ માંડવીયા, રસીલાબેન ચૌહાણએ કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધીવત ભાજપ માં પ્રવેશ કર્યો છે.

જીલ્લા તાલુકા પંચાયત તથાં આગામી ધારાસભા માટે ચુંટણીની જવાબદારી સંભાળનાર કોંગ્રેસનાં એક દિગ્ગજ આગેવાન પણ કોંગ્રેસ ને રામરામ કરી ભાજપ પ્રવેશ કરનાર હોવાનું માહિતગાર વર્તુળો એ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં રાજકીય કેન્દ્ર બિંદુ ગણાતાં ગોંડલ માં જીલ્લા તાલુકા પંચાયત તથાં નગરપાલિકા ની ચુંટણી પુર્વે જ 'કોંગ્રેસ મુકત ગોંડલ' જેવાં સમીકરણો સર્જાયા છે.

(11:59 am IST)