Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

જામકંડોરણામાં ૭રમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

જામકંડોરણા : ૭રમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી જામકંડોરણા તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી. જામકંડોરણા મામલતદાર વી. આર. મુળીયાસીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પોલીસ પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે જામકંડોરણા મામલતદાર વી. આર. મુળીયાસીયા, તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા, નાયબ મામલતદાર આર. જી. લુણાગરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, ગૌતમભાઇ વ્યાસ, કરશનભાઇ સોરઠીયા, મનોજભાઇ બાલધા સહિતના આગેવાનો તેમજ સામાજીક અને વેપારી અગ્રણીઓએ હાજરી આપી હતી. (તસ્વીર - અહેવાલ : મનસુખ બાલધા -જામકંડોરણા)

(11:55 am IST)
  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધાતા ચકચાર:ભાણવડની વારીયા બાલમંદિરની ટ્રસ્ટની જગ્યામાં કબજો કરી ખંડણી માગનાર બે મહિલા સહિતના સામે ફરિયાદ કરાઈ હતી: ભાણવડ પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી access_time 7:10 pm IST

  • ફેસબુક વાપરતા ૬૦ લાખ ભારતીયોના ફોન નંબર વેચવા મુકાયા મોટો ખળભળાટ: ફેસબુકનો ઉપયોગ કરી રહેલા ૬૦ લાખ જેટલા ભારતીય લોકોના ફોન નંબર ટેલિગ્રામ ઉપર વેચવા માટે મૂકવામાં આવ્યા છે access_time 8:07 pm IST