Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ઉનાથી રાજકોટ જતી ખાનગી મીની બસમાં આગઃ ૨૦ મુસાફરોનો બચાવ

અમરેલી, તા. ૨૭ :. ઉનાથી રાજકોટ જતી એક ખાનગી મીની બસ તા. ૨૬ના રોજ બપોરના સમયે ખાંભા-સમઢીયાળા વચ્ચે પહોંચતા બસમાં અચાનક શોટસર્કિટ થવાથી આગ લાગતા બસમાં દેકારો મચી જતા બસમાં બેઠેલા ૨૦ જેટલા મુસાફરોનો બચાવ થયો હતો.

આ બનાવમાં સદનશીબે કોઈ જાનહાની થયેલ ન હતી. લોકો જોતજોતામાં જ મીની બસ બળી ખાખ થઈ ગઈ હતી.

અમરેલીમાં આધેડ પર હુમલો

અમરેલીના બિનાકા ચોકમાં બુહાની સ્ટીલ સામે દિપકભાઈ ગુણવતભાઈ મહેતા (ઉ.વ. ૫૦)ને ઉભા રાખી ઈમ્તીયાઝ સતારભાઈ કુરેશીએ ગાળો બોલી લાફા મારી 'તું આ બાજુ દેખાતો નહિ' છરી બતાવી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

અમરેલીમાં સગીરાને ભગાડી

અમરેલીમાંથી સગીરાને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અમરેલી તાલુકાના શઢીયાના વિન્ટુ લાખા ડેડાણીયા ભગાડી ગયાની અમરેલી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે.

આપઘાત

અમરેલી તાલુકાના નવા ખીજડીયાના કાળુભાઈ હિરાભાઈ કણક (ઉ.વ. ૬૧) નામના વૃદ્ધ લાંબા સમયથી બીમાર હોવાથી કંટાળી જઈ એસીડ પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યાનું પુત્ર અશ્વિનભાઈ કણકે પોલીસમાં જાહેર કરેલ છે.

(1:22 pm IST)