Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ગોંડલના દેરડી કુંભાજી ગામે બેંકમાં આગ લાગી

રાજકોટ, તા., ૨૭: ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે શનીવારે રાત્રે યુનીયન બેંકની શાખામાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.

દેરડી કુંભાજી ગામે આવેલ યુનીયન બેંકની શાખામાં શનીવારે રાત્રે અચાનક આગ ભભુકી ઉઠતા બેંકની બહાર લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ અંગે ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઇ લીધી હતી. આ આગમાં બેંકનું રેકર્ડ અને સાધનો બળીને ખાખ થઇ ગયા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. બેંકના અધિકારી નિરજકુમાર સીંગે પોલીસને જાણ કરતા બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)