Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

જેતપુરના ગાલોરીયા પુલ પાસેથી ર૬ હજારના કેબલની ચોરી

જેતપુર, તા. ર૭ : જેતપુરના ગાલોરીયા પુલ પાસે રેલ્વે કામના કેબલ સહિત તસ્કરો રૂા. ર૬ હજારની મત્તાની ચોરી થયાની ફરીયાદ થઇ છે.  શહેરના ગાલોરીયા પુલ પાસે એ.વી. એન્ડ કન્ટ્રકશન કંપનીને પુલ બનાવવાનો કોન્ટ્રાકટ મળેલ હોય કંપનીના સુપરવાઇઝર વિજયકુમાર મુલચંદભાઇ મીના (રહે. મુળ રાજસ્થાન હાલ ખીરસરા) વાળાની દેખરેખ હેઠળ કામ ચાલુ હોય જે માટે જરૂરી સામાન ઇલેકટ્રીક વાયર પાથરેલ હોય જે કોઇ અજાણ્યા તસ્કરો કાપી ચોરી કરી ગયાની જાણ થતાં વિજયભાઇએ તાલુકા પોલીસમાં વાયર કિ.રૂા.ર૬,પર૦ની મત્તાની ચોરી થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:41 am IST)