Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

જસદણમાં પ્રજાસત્તાક પર્વ અંતર્ગત રકતદાન કેમ્પ

 જસદણઃ પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત જસદણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોદ્યરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જાતે રકતદાન કરી કાર્યક્રમને ખુલ્લો મુકી સૌ રકતદાતાઓને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોદ્યરાએ રાજયમાં વિજયભાઈ રૂપાણીની સરકારે નાગરિકોની સુખાકારી માટે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરી રહી હોવાનું જણાવી યુવાનોને વધુ બ્લડ ડોનેશન કરવા આહ્વાન કર્યું હતું. ડો. બોદ્યરાએ જસદણ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે અનેક કામો થઈ રહી હોવાનું જણાવી રાજકોટ જિલ્લાને નંદનવન બનાવવા અનેક વિકાસ કાર્યોની ભેટ મળી રહી હોવાનું પણ જણાવ્યું હતું.મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ ઉપસ્થિતોને આવકારી સૌ રકતદાતાઓનો આભાર માન્યો હતો.ઙ્ગ રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ભાવનગર સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકનો સહયોગ લેવાયો હતો.મેગા બ્લડ ડોનેશન કેમ્પના ઉદ્દદ્યાટન પ્રસંગે જશદણ પ્રાંતઅધિકારી પી.એચ. ગળચર, તાલુકા વિકાસ અધિકારી મજીદભાઈ બેલીમ, જસદણ ભાજપના પ્રભારી અશોકભાઈ મહેતા,ઙ્ગ જસદણ ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી,ઙ્ગ જશદણ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઇ હિરપરા,ઙ્ગ જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક ભાઈ ધાધલ, અગ્રણી જે પી રાઠોડ,ઙ્ગ ડો. પાર્થ દલસાણીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી કે રામઙ્ગ સહિત યુદ્ઘ એ જ કલ્યાણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ રકતદાતાઓને સંસ્થા દ્વારા ભેટ પણ આપવામાં આવી હતી. જસદણ-વિંછીયા તાલુકા માંધાતા ઉત્સવ સમિતિ ના સભ્યો અને સમિતિના પ્રમુખ સંદીપભાઈ વાળા સહિત ના લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું. કુલ ૩૬૧ બોટલ રકત આ કેમ્પમાં એકત્ર થયું હતું.(તસ્વીર-અહેવાલઃ ધર્મેશ કલ્યાણી .જસદણ)(

(10:25 am IST)