Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

મોરબીમાં રાષ્ટ્રીય મતદાર દિન ઉજવણી

મોરબીઃ  જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી હોલ ખાતે કરવામાં આવી હતી જે સમારોહમાં જીલ્લા કલેકટર જે બી પટેલ, ડીડીઓ એસ એમ ખટાણા, ડીવાયએસપી મુનાફખાન પઠાણ, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, ડેપ્યુટી કલેકટર એસ જે ખાચર, સીટી મામલતદાર રૂપાપરા, જીલ્લા ચૂંટણી અધિકારી ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે જીલ્લાના વિવિધ મત વિસ્તારોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બીએલઓના સન્માન કરવામાં આવ્યા હતા તે ઉપરાંત બે શતાયુ મતદાતાઓનું સન્માન અને પ્રથમ વખત નોંધાયેલ ત્રણ યુવક અને ત્રણ યુવતીઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા યુવા મતદાન મહોત્સવ સંદર્ભે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ત્રણ ત્રણ વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ ત્રણ શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા ઉપરાંત ચુંટણી ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારી સ્વ. મનસુખભાઈ થોભણભાઈ ચારોલાના વારસદાર સજનાબેન ચારોલાને કલેકટરના હસ્તે ૧૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મતદાતા તરીકે સંકલ્પ કરવામાં આવ્યો તે તસ્વીર.(

(10:23 am IST)