Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ભુજમાં સેન્ટ્રલ એક્સાઇઝ-કસ્ટમના અધિકારી પીધેલા પકડાયા

આરટીઓ સર્કલ પાસે રોડ વચ્ચે કાર પાર્ક કરતા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા

ભુજ ;ભુજમાં સેન્ટ્રલ એક્સાઇઝ કસ્ટમ અધિકારી પીધેલા પકડાતા ચકચાર જાગી છે જાણવા મળ્યા મુજબ ભુજના આરટીઓ સર્કલ પાસેથી સેન્ટ્રલ એક્સાઈઝ કસ્ટમના અધિકારી નશાની હાલમાં ઝડપાયા છેઆરટીઓ સર્કલ પાસે અધિકારીએ પોતાની કાર રોડ વચ્ચે પાર્ક કરી હતી.અધિકારીએ કાર રોડ વચ્ચે પાર્ક કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી .

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં મોટા પ્રમાણમાં દારૂ પકડાવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે ખુદ સરકારી કર્મચારી જ પીધેલ હાલતમાં ઝડપાતાં પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી કરી હતી

(11:19 am IST)