Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કેશોદ ભાજપની પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હાજરીમાં મળેલ બેઠકમાં મિડીયાને આમંત્રણ બાદ પ્રવેશ ન આપતા રોષ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૬:  કેશોદમાં નજીકના સમયમાં નગર પાલિકાની યોજાનારી ચુંટણીના અનુસંધાને કેશોદમાં પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયાની હાજરીમાં મળેલી ભાજપની મિટીંગમાં ભાજપ ના સ્થાનીક નેતાઓએ આમંત્રણ આપેલ હોવા છતાં કવરેજ માટે આવેલ મિડીયાના પત્રકારોને પ્રવેશ નહીં આપતા સ્થાનિક પત્રકારોમાં રોષ ફેલાયેલછે

સ્થાનીક ભાજપ દ્વારા આમંત્રણ અપાયા બાદ મિડીયાને કવરેજ દૂર રાખવાની બાબતે શંકાકુશંકા ફેલાઈ હતી. પ્રશ્નએ છેકે મોટા ઉમવકાથી આમંત્રણ અપાયા બાદ નિર્ણય કેમ બદલાયો. શું આવનારી ચુંટણીઓ માં ઉમેદવારી બાબતે ભાજપમાં જૂથબંધી વકરે તેવી દહેશત છે.? મિટીંગમાં એવી કઈ બાબતો હતી કે તે જાહેર ન કરી શકાય તેવી હતી? એવી કઈ બાબત હતી કે જે મિડીયા સુધી પહોંચે તો સ્થાનીક ભાજપને નુકશાન થઈ શકે ? તેવુ સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહયુ છે.

(12:41 pm IST)