Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિવમાં શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શને

મુલાકાતનો બીજો દિવસ : પ્રશાસક પ્રફુલ પટેલ, કલેકટર સલોની રાયની આગેવાનીમાં ચુસ્ત બંદોબસ્ત

(શકિલ કાસમાણી દ્વારા) દિવ તા. ૨૬ : દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા ઉપર ઠેર-ઠેર લોક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા કાલે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શને ગયા હતા.

આજે બપોરે રાષ્ટ્રપતિ શ્રી રામનાથકોવિંદનું આગમન થતાં પ્રશાસક પ્રફુલ પટેલ અને કલેકટર સલોની રાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી રામનાથકોવિંદના હસ્તે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે સવારેશ્રી રામનાથકોવિંદ શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને પૂજન અર્ચનનો લાભ લીધો હતો.શ્રી રામનાથકોવિંદનું આગમન થતા દીવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

સરકીટ હાઉસે પહોંચ્યા બાદ નવનિર્મિત જલંધર સરકીટ હાઉસનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું હતું.

આજે શનિવારના રોજ સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા - અર્ચના કર્યા બાદ મલાલા ઓડિટોરીયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને રીમોટ દ્વારા નવનિર્મિત પ્રોજેકટનું ઉદ્ઘાટન કરશે. સાંજે નાગવા ખાતે મુલાકાત કરશે અને સાંજે ખુખરી મેમોરીયલ સ્થળનું ઉદ્ઘાટન કરશે.

તા. ૨૭ ડિસેમ્બર રવિવારે ઘોઘલા બીચ અને સાંજે કિલ્લો નિહાળશે.

દીવમાં રાષ્ટ્રપતિના આગમનથી લોખંડી સુરક્ષા હોવા છતાં જીવન વ્યવહાર રાબેતા મુજબ છે. રાષ્ટ્રપતિના અવર-જવર સમયે રૂટ અમુક સમય બંધ રહેશે.

(12:41 pm IST)