Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કેશોદમાં હાર્ડવેરની દુકાનમાંથી રૂ.૭૦ હજારની રોકડ ચોરી

ખુલી બારીમાંથી પ્રવેશી તસ્કરો કળા કરી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૬ : કેશોદમાં તસ્કરો હાર્ડવેરની દુકાનમાં ખુલી બારીમાંથી પ્રવેશી રૂ.૭૦ હજારની રોકડની ચોરી કરીને નાસી ગયા હતા.

કેશોદમાં વેરાવળ રોડ પર રહેતા લખનભાઇ વિનોદભાઇ કવા તેમના મકાન પાસે જ યમુના હાર્ડવેર નામની દુકાન ધરાવે છે.

રાત્રીના સમયેત સ્કરો દુકાન પાછળ ખુલી બારીમાંથી દુકાનમાં પ્રવેશી દુકાનના ટેબલમાં ખાનામાં રૂ.૭૦ હજારની રોકડનો હાથફેરો કરીને પલાયન થઇ ગયા હતા.

આ ચોરીનો ભેદ ઉકેલવા કેશોદનાં પીએસઆઇ એમ.સી.ચુડાસમા તપાસ ચલાવી રહયા છે.

(12:41 pm IST)