Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વાંકાનેરમાં ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી

વાંકાનેરઃ વાંકાનેર ખાતે ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત પ્રસંગે પ્રથમ માજી મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ હાલ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નવી સરકારે ગુજરાતભરમાં ર૦૦રથી નવી દિશા ચિંધીને હવે દેશને આગળ લઇ ભરપુર પ્રયત્નો હાથ ધર્યા છે સમગ્ર ગુજરાત નહિં પરંતુ દેશ આખો લોકો તેની નોંધ લઇ રહ્યા છે. આ પ્રસંગે મોરબી જીલ્લા રેસી. કલેકટર જોષી ભારતીય જનતા પાર્ટીના હિરેન પારેખ, દિનુભાઇ મોહસીભાઇ વોરા, ગોરધન સરવૈયા, રમેશભાઇ વોરા, હિરભાઇ ત્થા તાલુકા જીલ્લાના આગેવાનો સાથે લાભાર્થીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સુશાસનદિનની ઉજવણી કરી હતી. (તસ્વીરઃ અહેવાલ-મહમદ રાઠોડ-વાંકાનેર)

(11:24 am IST)