Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વડિયા-કુંકાવાવ તાલુકા કક્ષાએ સુશાસન દિવસની બાવકુભાઇ ઉંધાડના અધ્યક્ષસ્થાને ઉજવણી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૨૬ : સમગ્ર દેશમાં દેશના પૂર્વ મંત્રી સ્વ. શ્રી અટલ બિહારી બાજપાઈના જન્મદિવસને ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસને રાજયની વર્તમાન સરકાર દ્વવારા સુશાસન દિવસ તરીકે સમગ્ર રાજય ના તાલુકા મથક પર ઉજવવામાં આવ્યો હતો.

જેમાં વડિયા કુંકાવાવ તાલુકાનો કાર્યક્રમ પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડના અધ્યક્ષ સ્થાને કુંકાવાવના બીઆરસી ભવનના પટાંગણ માં યોજાયો હતો. આ તકે લોકો ને વિડિઓ દ્વવારા દેશના પ્રધાનમંત્રી અને રાજયના મુખ્યમંત્રી દ્વારા સંબોધન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈને વંદન કરી વર્તમાન સરકારની સામાન્ય લોકો અને ખેડૂતોને મદદરૂપ થઇ સરકારે અનેક યોજનાઓ મારફતે લોકોની મુશ્કેલીઓ દૂર કરવામાં સફળ રહ્યા અને સરાહનીય કામગીરીથી આજે લોકોના હૃદયમાં સરકાર વસી છે. તેવું જણાવ્યું હતુ. આ ઉપરાંત તાલુકાના સાત પગલા ખેડૂત કલ્યાણના અને ગરીબ કલ્યાણ મેળાના ૧૫ લાભાર્થીને કીટ વિતરણ અને શ્રેષ્ઠ પશુપાલક ને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યુ હતુ.

સમગ્ર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ, મામલતદાર પ્રશાંત ભીંડી, ટીડીઓ રાવ, ખેતીવાડી વિભાગના નાયબ નિયામક, તાલુકા હેલ્થ ઓફિસ અને તેમનો સ્ટાફ, પીએસઆઇ અને તેમનો સ્ટાફ સહીત તાલુકા ભાજપના હોદેદારો પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, શૈલેષભાઇ ઠુંમ્મર, રમેશભાઈ સહીતના કાર્યકરો અને ગામલોકો મોટી સંખ્યામાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે શોસ્યલ ડિસ્ટન્સથી જોડાઈને કુંકાવાવ-વડિયા તાલુકામાં પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

(10:32 am IST)