Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

મોરબી ખાટકીવાસ હત્યા ફાયરીંગ કેસમાં વધુ ચાર આરોપી ઝડપાયા : રિમાન્ડ મંજુર

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૬: ખાટકીવાસ વિસ્તારમાં બદ્યડાટી પ્રકરણમાં બે યુવાનના મોત થયા બાદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી અગાઉ છ આરોપીને દબોચી લીધા હતા તો વધુ ચાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગત રવિવારે બદ્યડાટી બોલી ગઈ હતી જેમાં ફાયરીંગ થતા બે યુવાનના મોત થયા હતા બનાવની એ ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં છ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા તો બનાવમાં હજુ અન્ય આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસ ટીમ સતત તપાસ ચલાવી રહી હોય વધુ ચાર આરોપીને ઝડપી લેવાયા છે જેમાં અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઈકુરેશી,મકબુલભાઈઈસ્માલભાઈ મન્સૂરી હેમદભાઈ ઇકબાલભાઈ બકાલી અને  સબ્બીર  મહમદભાઈ જીવાણીની ધરપકડ કરવામાં આવી હતી અને ચારેય આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આગામી તા. ૨૮ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

(10:32 am IST)