Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જામકંડોરણા ખાતે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિશાન કલ્યાણ કાર્યક્રમઃ

જામકંડોરણા : કોમ્યુનિટી હોલ ખાતે રાજકોટ જીલ્લા દુધ સંઘના પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાની ઉપસ્થિતીમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કિશાનોને સંબોધ્યા હતા. આ તકે રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તાલુકા સંઘના પ્રમુખ હરસુખભાઇ પાનસુરીયા, મામલતદાર મોડાસીયા, અગ્રણીઓ કરશનભાઇ સોરઠીયા, કરણસિંહ જાડેજા, ચિમનભાઇ પાનસુરીયા, ગૌતમભાઇ વ્યાસ, ખીમજીભાઇ બગડા, દિગુભા જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી આ તકે સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમના લાભાર્થીઓને ઉપિસ્થત મહાનુભાવોના હસ્તે કિટ તેમજ પેમેન્ટના ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ મનસુખભાઇ બાલધા -જામકંડોરણા)

(10:29 am IST)